નોઈડાના એસએસપી વૈભવ કૃષ્ણાને કરાયા સસ્પેન્ડ, ઘણા પોલીસ અધિકારીઓની બદલી
નોઈડાના એસએસપી વૈભવ કૃષ્ણના કથિત વીડિયો વાયરલ થતાં અને સરકારને મોકલવામાં આવેલા ગુપ્ત પત્રો લિક કરવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ મુખ્ય સચિવ ગૃહ અવનિશકુમાર અવસ્થી અને ડીજીપી ઓ.પી.સિંઘ સાથે બેઠક બાદ સીએમ યોગીએ વૈભવ કૃષ્ણને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. વૈભવ કૃષ્ણ સામે ખાતાકીય તપાસના આદેશ પણ અપાયા છે. લખનઉના એડીજી એસ.એન.સાબત આ કેસની તપાસ કરશે અને જલદીથી રિપોર્ટ રજૂ કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોઈડાના એસએસપી વૈભવ કૃષ્ણનો વાયરલ થયેલા વીડિયોને ફોરેન્સિક રિપોર્ટમાં સાચો મળ્યો છે. વૈભવ કૃષ્ણએ આ વિડિઓને એડિટેડ ગણાવ્યું હતું. વૈભવ કૃષ્ણાએ વાયરલ થયેલા વીડિયો અંગે એફઆઈઆર નોંધાવી હતી, જે પછી તપાસ મેરઠના એડીજી અને આઈજીને સોંપવામાં આવી હતી. આઇજીએ તપાસ દરમિયાન વીડિયો ફોરેન્સિક લેબ પર મોકલ્યો હતો. એસએસપી વૈભવ કૃષ્ણાએ પત્રકાર પરિષદ યોજીને સરકારને મોકલવામાં આવેલ ગુપ્ત અહેવાલ લીક કરીને કેસ અંગે માહિતી આપી હતી.
14 આઈપીએસ અધિકારીઓએ નવી પોસ્ટ
તમને જણાવી દઈએ કે વૈભવ કૃષ્ણને સસ્પેન્ડ કરવા સિવાય યોગી સરકારે ઘણા આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. લખનૌના એસએસપી કલાનિથી નૈથાની સહિત 14 આઈપીએસ અધિકારીઓને નવી પોસ્ટ આપવામાં આવી છે. કલાનિધિ નૈથાનીને ગાઝિયાબાદના એસએસપી બનાવવામાં આવ્યા છે.