For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હમણાં નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા નથી : અમેરિકન રાજદૂત

|
Google Oneindia Gujarati News

narendra-modi-nancy-powell
નવી દિલ્હી, 9 નવેમ્બર : ભારતમાં અમેરિકાના રાજદૂત નેન્સી પૉવેલે કહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવાની હમણા કોઇ ઇચ્છા નથી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સાથે મૈત્રીસભર સંબંધો વધારે સુદ્રઢ કરવા માંગતા બ્રિટનને જોઇને અમેરિકાએ પણ જણાવ્યું હતું કે તેઓ મોદીને વિઝા આપવા અંગે ફેરવિચારણા કરશે.

રાજધાની દિલ્હીમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ઓન ઈન્ડિયામાં હાજરી આપવા આવેલાં પૉવેલે કહ્યું કે "ગુજરાત સાથે અમારા દેશના સંબંધો ઘણા સારા છે. અમારી કંપનીઓ ગુજરાત સાથે બિઝનેસમાં ઘણી સક્રિય છે. મુંબઈ સ્થિત અમારી કોન્સ્યૂલેટ અને ગુજરાત વચ્ચે નિયમિત સંપર્ક હોય છે અને તે ચાલુ જ રહેશે. જો કે હાલને તબક્કે ગુજરાતના મુખ્યમંત્રીને મળવાનો મારો કોઈ પ્લાન નથી. અમે ચૂંટણી યોજાવાની હોય એ રાજ્યોના પ્રવાસે જતાં નથી."

ઉલ્લેખનીય છે કે બ્રિટિશ સરકારે ગુજરાતના દાયકા જૂના બહિષ્કારનો ગયા મહિને અંત લાવી દીધો હતો. ભારતમાં તેના રાજદૂત બેવન ગાંધીનગર જઈને મોદીને મળ્યા હતા અને મુલાકાત એખલાસપૂર્ણ રહી હતી. બંને નેતાએ ગુજરાત અને બ્રિટન વચ્ચે બહોળા આર્થિક સહકારની તકો અંગે ચર્ચા કરી હતી. ૨૦૦૨માં ગોધરાકાંડ બાદના રમખાણોના મુદ્દે અમેરિકાએ મોદીને વિઝા આપવાનો ઈનકાર કરી દીધો હતો.

English summary
Not want to meet Narendra Modi now : American ambassador.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X