નરેન્દ્ર મોદી ગુજરાતમાં હેટટ્રિક પુરી કરશે: બાલ ઠાકરે

bal thackery modi
મુંબઇ, 5 ઑક્ટોબર: શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું કલ્યાણ કર્યું છે. બાલ ઠાકરેએ કહ્યું હતું કે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી તેમની પાર્ટી ભાજપ સતત ત્રીજીવાર જીત હાંસિલ કરશે.

બાલ ઠાકરેએ પોતાની પાર્ટીના મુખપત્ર સામનામાં એક સંપાદકીયમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પકડ મેળવી લીધી છે અને તે સતત ત્રીજીવાર ચૂંટણી જીતવા જઇ રહ્યાં છે. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં 10 વર્ષોમાં ગુજરાત વિકાસ ગતિશીલ રહ્યો છે. મોદીના વિકાસરથને રોકવો કોઇના માટે સરળ નથી.

બાલ ઠાકરેએ કહ્યું હતું કે ટીવી ચેનલો પર એવી તસવીર રજૂ કરવામાં આવી રહી છે કે મોદી એક પ્રકાર છે દૈત્ય છે જે દેશના મુસલમાનોને ગળી જશે. તેમણે કહ્યું હતું કે આ ખોટી વાત છે. શિવસેના પ્રમુખે કહ્યું હતું કે ગુજરાતના કોમી રમખાણો બાદ કોંગ્રેસે મોદીને 'મોતના સોદાગર' કહ્યા હતા પણ શું થયું. કોંગ્રેસને માત્ર 55 સીટો મળી જ્યારે મોદીના નેતૃત્વ હેઠળ ભાજપને 121 સીટો મળશે.

જે દિવસે ગુજરાતની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી તે દિવસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજકોટમાં એક સભા સંબોધી હતી. જેમાં સોનિયા ગાંધી એકવાર પણ નરેન્દ્ર મોદીનું નામ સુદ્ધાં પણ લીધું ન હતું. આનાથી સંકેત મળે છે કે કોંગ્રેસે ચૂંટણી સંઘર્ષ થતાં પહેલાં હથિયાર મૂકી દઇ હાર માની લીધી છે.

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્રારા રાજકીય પાર્ટી બનાવવાના સંદર્ભે ઠાકરેએ કહ્યું હતું કે કોંગ્રેસને લાગે છે કે સૌરાષ્ટ્રમાં પટેલોના પ્રભુત્વથી તેમને ફાયદો થશે કારણ કે હિંદૂ મતોનું વિભાજન થશે પરંતુ આ 'દિવાસ્વપ્ન' સમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X