For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોનાનું તાંડવ યથાવત, 24 કલાકમાં 1450ના મોત

અમેરિકામાં કોરોનાનું તાંડવ યથાવત, 24 કલાકમાં 1450ના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમેરિકામમાં કોરોના વાયરસના સંક્રમણના મામલા ભયંકર સ્તર પર છે. અમેરિકી પ્રેસિડેન્ટ કોરોનાના સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. અહીં સંક્રમણથી લોકોના સતત મોત થી રહ્યા છે. જૉન હૉપકિન્સ વિશ્વવિદ્યાલયના રિપોર્ટ મુજબ અમેરિકામાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 1450 લોકોના મોત થયાં છે. જ્યારે અત્યાર સુધી કોરોના વાયરસના કારણે અમેરિકામાં રહેતા 67674 લોકોના જીવ ચાલ્યા ગયા છે. મોતના આંકડા ધીરે ધીરે પહાડ જેવડા વિશાળ થતો જઈ રહ્યો છે. અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધુ મોત થયાં છે.

america

રિપોર્ટ મુજબ રવિવારે સાંજે સાઢા આઠ વાગ્યા સુધી અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમણમાં 11 લાખ 50 હજાર મામલા સામે આવી ચૂક્યા હતા. જેમાંથી 67674 લોકોના મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં 1450 લોકોના મોત થયાં છે. જ્યારે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વર્ષ 2020ના અંત સુદી અમેરિકા કોરોના વેક્સીન તૈયાર કરી લેશે. અગાઉ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દૈનિક વ્હાઈટ હાઉસ કોરોના વાયરસ બ્રીફિંગને સંબોધિત કરતા કહ્યું હતું કે અમેરિકા, જર્મની, યૂનાઈટેડ કિંગડમ અને ચીનમાં થનાર વેક્સીન ટ્રાયલ પર ધ્યાન આપ્યા બાદ અમે એક વેક્સીનની બહુ નજીક છીએ.

અમેરિકા ઉપરાંત રશિયામાં રવિવારે કોરોનાના 10633 નવા મામલા સામે આવ્યા છે. જણાવી દઈએ કે પાછલા 24 કલાકમાં રશિયામાં કોરોનાના સૌથી વધુ મામલા સામે આવ્યા છે. રશિયામાં હવે કુલ 1,34,687 મામલા થઈ ગયા છે. જેમાંથી અડધાથી વધુ મામલા અને મોત મોસ્કોમાં થયાં છે. જ્યારે બ્રિટનમાં કોરોના વાયરસના કારણે વધુ 315 લોકોના મોત થયાં છે. દેશમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 28446 થઈ ગઈ છે.

માઈક પોંપેયો બોલ્યા- ચીને જાણીજોઈને કોરોના જીવલેણ હોવાની વાત છૂપાવીમાઈક પોંપેયો બોલ્યા- ચીને જાણીજોઈને કોરોના જીવલેણ હોવાની વાત છૂપાવી

English summary
Novel coronavirus deaths in the US climb by 1,450 in the past 24 hours, 67674 People died due To Coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X