For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુરમાં ચાલતી કારમાં સગીરા સાથે ગેંગરેપ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બોલિવુડ અભિનેતા સઇદ જાફરીનું 86 વર્ષની વયે નિધન

બોલિવુડ અભિનેતા સઇદ જાફરીનું 86 વર્ષની વયે નિધન

બોલિવુડના પ્રસિદ્ધ અભિનેતા સઇદ જાફરીનું 86 વર્ષની ઉંમરે નિધન થયુ છે. સઇદ જાફરીએ શતરંજ કે ખિલાડી, હિના, જબ પ્યાર કિસીસે હોતા હૈ, રામ તેરી ગંગા મૈલી, જુદાઇ અને દિલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ રામ તેરી ગંગા મૈલી માટે તેમને બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત તેમણે અનેક વિદેશી ફિલ્મોમાં કામ કર્યું છે.

કાનપુરમાં ચાલતી કારમાં સગીરા સાથે ગેંગરેપ

કાનપુરમાં ચાલતી કારમાં સગીરા સાથે ગેંગરેપ

ઉત્તરપ્રદેશના કાનપુરમાં દિલ્હીના નિર્ભયા કેસનું પુનરાવર્તન થયુ છે. કાનપુરમાં ચાલતી કારમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના બની છે. ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યા બાદ અપરાધીઓએ સગીરાને ટોલ પ્લાઝા નજીક ફેંકી દીધી હતી. હાલમાં સગીરા સારવાર હેઠળ છે, તો પોલીસ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.

પેટ્રોલ 36 પૈસા અને ડીઝલ 87 પૈસા મોંઘુ

પેટ્રોલ 36 પૈસા અને ડીઝલ 87 પૈસા મોંઘુ

આમ આદમી માટે લાભપાંચમના દિવસે માઠા સમાચાર આવી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતો 36 પૈસા જ્યારે ડીઝલની કિંમતોમાં 87 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

જીજા સાળીના સંબંધો તારતાર, સગીરા સાથે બળાત્કાર

જીજા સાળીના સંબંધો તારતાર, સગીરા સાથે બળાત્કાર

ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં ફરી એકવખત સંબંધોને તારતાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક જીજાએ સગીર સાળીને મેળો બતાવવા લઇ જવાની લાલચ આપીને બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે આરોપી જીજાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

18 વર્ષ બાદ જોક્સની દુનિયામાંથી સંતા-બંતાની વિદાય, જુગલી-શુગલીનો જન્મ

18 વર્ષ બાદ જોક્સની દુનિયામાંથી સંતા-બંતાની વિદાય, જુગલી-શુગલીનો જન્મ

હવેથી જોક્સમાં તમને સંતા બંતાના નામ નહીં સાંભળવા મળે, કારણ કે જોક્સની દુનિયામાંથી સંતા-બંતાની વિદાય થઇ ચૂકી છે. હવેથી તમને જોક્સમાં સંતા-બંતાની જગ્યાએ જુગલી-શુગલી સાંભળવા મળશે.

નિતીશ કુમારના શપથ સમારોહમાં અડવાણી રહેશે હાજર

નિતીશ કુમારના શપથ સમારોહમાં અડવાણી રહેશે હાજર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની જીત બાદ 20 નવેમ્બરના રોજ નિતીશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. આ શપથ સમારોહમાં અનેક વરિષ્ઠ નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. સમાચાર મળી રહ્યાં છેકે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આ શપથ સમારોહમાં હાજર રહેશે.

યુપીમાં મહાગઠબંધનના એંધાણ આપ્યા અખિલેશ યાદવે

યુપીમાં મહાગઠબંધનના એંધાણ આપ્યા અખિલેશ યાદવે

બિહારમાં મહાગઠબંધનને જે રીતે સફળતા મળી છે, ઉત્તરપ્રદેશમાં પણ આગામી ચૂંટણીમાં મહાગઠબંધનના અણસાર મળી રહ્યાં છે. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે મહાગઠબંધનના સંકેત આપી દીધા છે.

મુલાયમ બોલ્યા ફોનનો ઉપયોગ ઓછો કરો, બધાં કોલ થાય છે રેકોર્ડ

મુલાયમ બોલ્યા ફોનનો ઉપયોગ ઓછો કરો, બધાં કોલ થાય છે રેકોર્ડ

સમાજવાદી પાર્ટીના મુખિયા ફરી એકવખત વિવાદાસ્પદ નિવેદનને લઇને ચર્ચામાં છે. આ વખતે મુલાયમ સિંહ યાદવે મોબાઇલ ફોનને ખતરો ગણાવીને સલાહ આપતા જણાવ્યુ હતુ કે હાલમાં કોઇનો પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કારણ કે કોઇનો પણ ફોન ક્યારેય પણ રેકોર્ડ થઇ શકે છે.

બિહારમાં સરકાર બનતા પહેલા જ અપરાધીઓના લાઇસન્સ રીન્યુ

બિહારમાં સરકાર બનતા પહેલા જ અપરાધીઓના લાઇસન્સ રીન્યુ

બિહારના ભૂતપૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીએ ટ્વિટ કરીને લાલુ પ્રસાદ યાદવ અને નિતીશ કુમારને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે બિહારમાં મહાગઠબંધનની સરકાર બનતા પહેલા જ અપરાધીઓના લાઇસેન્સ રીન્યુ થઇ ગયા છે.

ધર્મગુરૂ દલાઇ લામાએ ભારતના હિંદુઓને સહિષ્ણુ ગણાવ્યા

ધર્મગુરૂ દલાઇ લામાએ ભારતના હિંદુઓને સહિષ્ણુ ગણાવ્યા

લાંબા સમયથી દેશમાં અસહિષ્ણુતાના મુદ્દે અનેક વાદવિવાદ ચાલી રહ્યાં છે. ત્યારે તિબેટના ધર્મગુરૂ દલાઇલામાએ દેશમાં વધી રહેલી અસહિષ્ણુતાના મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. લામાએ જણાવ્યું હતુ કે હાલમાં જ બિહારમાં થયેલી ચૂંટણીએ સાબિત કરી દીધુ છેકે ભારત સહનશીલતાનો દેશ છે. અને અહીંના હિંદુ શાંતિપ્રીય છે. દલાઇલામાના આ નિવેદન બાદ વિવિધ દળોના નેતાઓએ અનેક નિવેદનો આપ્યા છે.

બીજા લગ્નના વિવાદમાં ત્રણ બાળકો સામે પત્નીને સળગાવી

બીજા લગ્નના વિવાદમાં ત્રણ બાળકો સામે પત્નીને સળગાવી

ઉત્તરપ્રદેશના બહેરાઇચમાં ચંદનપુર ગામના એક યુવકે પોતાના ત્રણ બાળકોની સામે બીજા લગ્નના વિવાદમાં પહેલી પત્નીને કેરોસીન છાંટીને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં મહિલાની હાલત ઘણી ગંભીર છે. આ અંગે હાલમાં પોલીસ કાર્યવાહી ચાલુ છે.

યુપીમાં દારૂનું વેચાણ વધારવા અજીબ ઓફર્સનું ચલણ

યુપીમાં દારૂનું વેચાણ વધારવા અજીબ ઓફર્સનું ચલણ

ઉત્તરપ્રદેશમાં તહેવારો દરમ્યાન દારૂનું વેચાણ વધારવા માટે દારૂની કંપનીઓએ લોકોને અનેક લોભામણી જાહેરાતો થકી આકર્ષિત કરવાનો કિમીયો અપનાવ્યો છે. અહીં ગ્રાહકોને આકર્ષવા માટે દારૂની કંપનીઓએ બાઇકથી લઇને LED જેવી ઓફર્સ આપી છે. કંપનીએ જાહેરાતોને નામ આપ્યું છેકે બે પેગ લગાવો અને કાર ઘરે લઇ જાવ.

ફરી એકવખત રંગ બતાવતા સચીન અને સૌરવે કર્યો સીક્સનો વરસાદ

ફરી એકવખત રંગ બતાવતા સચીન અને સૌરવે કર્યો સીક્સનો વરસાદ

ક્રિકેટ ઓલ સ્ટાર્સની ત્રીજી મેચમાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીના બેટે ફરી એક વખત જાદુ બતાવતા રનનો ઢગ કરી દીધો હતો. બંને બેટ્સમેને ઉત્તમ પ્રદર્શન કરતા પોતાની ટીમનો સ્કોર 219 રન પર પહોંચાડી દીધો હતો.

ચીન ઓપનની ફાઇનલમાં સાયના નેહવાલની હાર

ચીન ઓપનની ફાઇનલમાં સાયના નેહવાલની હાર

ભારતની ટોચની બેડમીન્ટન સ્ટાર સાયના નેહવાલ ચીન ઓપનના ફાઇનલ મુકાબલામાં હારી ગઇ છે. સાયના નેહવાલને ઓલંપિક ચેમ્પીયન લી જ્યુરૂઇએ હરાવી છે. તેણે સાયનાને માત્ર 39 મિનીટમાં હાર આપી હતી.

પાક ટીમ ભારત રમવા આવી શકે છે, અનુરાગ ઠાકુરે આપ્યા સંકેત

પાક ટીમ ભારત રમવા આવી શકે છે, અનુરાગ ઠાકુરે આપ્યા સંકેત

BCCI સેક્રેટરી અનુરાગ ઠાકુરે એક નિવેદન આપતા ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ શરૂ થવાના સંકેત આપ્યા છે. અનુરાગ ઠાકુરે પાકિસ્તાન બોર્ડને વિકલ્પ આપ્યો છેકે જો તેઓ ભારતમાં રમવા ઇચ્છતા હોય તો તેઓ આ અંગે સરકાર સાથે વાતચીત કરશે.

યુવરાજે, હૈઝલ સાથે સગાઇનો કર્યો એકરાર

યુવરાજે, હૈઝલ સાથે સગાઇનો કર્યો એકરાર

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પોતાની સગાઇને લઇને રવિવારે સાંજે ટ્વીટ કરીને હેઝલ સાથેના સંબંધોને લઇને ઔપચારિક મહોર લગાવી દીધી છે. ટ્વિટર પર યુવરાજે જણાવ્યું હતુ કે હૈઝલમાં મને મારી સારી જીવનસાથી દેખાતા મેં સગાઇ કરી લીધી છે.

લોકપર્વ છઠ્ઠના પર્વ માટે 5 લાખ લોકો પહોંચ્યા બિહાર

લોકપર્વ છઠ્ઠના પર્વ માટે 5 લાખ લોકો પહોંચ્યા બિહાર

ભગવાન સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ્ઠ પર્વ. છઠ્ઠ પર્વનું ઉત્તર ભારતમાં અને ખાસ કરીને યુપી, બિહારમાં ઘણું મહત્વ છે. આસ્થાના આ પર્વ માટે ભારતભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બિહાર પહોંચી રહ્યાં છે. છઠ્ઠ પર્વમાં કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વિવિધ ઘાટ પર હજારોની સંખ્યામાં જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

સ્વચ્છ ભારત સેસ લાગુ, રેલવે, વિમાન મુસાફરી, હોટેલમાં જમવાનું થયા મોંઘા

સ્વચ્છ ભારત સેસ લાગુ, રેલવે, વિમાન મુસાફરી, હોટેલમાં જમવાનું થયા મોંઘા

દેશભરમાં સ્વચ્છ ભારત સેસ 15 નવેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત સેસનો દર 0.5 ટકા છે. જે સેવાઓ પર સર્વિસ ટેક્સ લાગે છે, તે તમામ સેવાઓ પર સ્વચ્છ ભારત સેસ પણ લાગુ થઇ ગયો છે. જેની અસરથી રેલવે ટિકિટ, ફોનનું બિલ, હોટેલમાં જમવાનું, તેમજ સિનેમાની ટિકિટ અને અન્ય સેવાઓ થોડી મોંઘી થઇ છે.

તામિલનાડુમાં વરસાદી કહેર, મૃતકોની સંખ્યા 90થી વધુ

તામિલનાડુમાં વરસાદી કહેર, મૃતકોની સંખ્યા 90થી વધુ

બંગાળની ખાડી ઉપર બનેલા દબાવના કારણે તામિલનાડુમાં સતત વરસાદ ચાલુ છે. ભારે વરસાદના કારણે તામિલનાડુના અનેક વિસ્તારો જળબંબાકાર છે. છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદના કારણે મૃતકોની સંખ્યા 90થી વધુ થઇ ગઇ છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કલાકોમાં પણ વરસાદ યથાવત રહી શકે છે.

ઉત્તરપ્રદેશના દેવરીયામાં ટ્યુશન જઇ રહેલા 3 છાત્ર ટ્રેનની અડફેટે

ઉત્તરપ્રદેશના દેવરીયામાં ટ્યુશન જઇ રહેલા 3 છાત્ર ટ્રેનની અડફેટે

ઉત્તરપ્રદેશના બનકટા રેલ્વે સ્ટેશન પર સોમવારે સવારે ટ્રેનની અડફેટમાં આવી જતા 3 છાત્રોના મોત થયા છે. આ બધા જ છાત્રો ટ્યુશન ક્લાસીસમાં ભણવા માટે ભાટપારરાની જઇ રહ્યાં હતા.

પેરીસના આતંકી હુમલાની કાનપુરના ચામડા ઉદ્યોગને અસર

પેરીસના આતંકી હુમલાની કાનપુરના ચામડા ઉદ્યોગને અસર

ઉત્તરપ્રદેશના કાનપુરમાં પણ પેરીસના આતંકી હુમલાના પડઘા સંભળાઇ રહ્યાં છે. જી હા, પેરીસમાં થયેલા આતંકી હુમલાના કારણે કાનપુરનો ચામડા ઉદ્યોગ મુશ્કેલીમાં આવી ગયો છે. જી હા પેરીસમાં થયેલા હુમલાના કારણે ચામડાના ઉત્પાદનોની માંગ પર અસર થઇ છે.

English summary
November 16: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X