For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે હવે નરેન્દ્ર મોદીની તુલના યમરાજ સાથે કરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 એપ્રિલ: કોંગ્રેસે શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર તેમની ગઇકાલની તે ટિપ્પણી માટે નિશાન સાધ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે દરેક બાળકનું કર્તવ્ય છે કે તે 'ભારત માતા' ઋણ ચુકવે. પાર્ટીની સાથે સાથે નરેન્દ્ર મોદીની તુલના યમરાજ સાથે કરી હોવાનું જોવા મળ્યું છે.

કોંગ્રેસ પ્રવક્તા રાશિદ અલ્વીએ નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જે પ્રમાણે તેમને ગુજરાતનું ઋણ અદા કર્યું છે જો તે પ્રમાણે દેશનું ઋણ ચુકવવાનો દરેક ભારતીય નાગરિકની ફરજ છે. તો અમને ડર લાગે છે કે કોંગ્રેસે પૂર્વમાં નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કેવી રીત ગણાવ્યા.

રશિદ અલ્વીએ કહ્યું હતું કે આ પ્રકારનું ઋણ ઉતારવા માટે તે દિલ્હી આવશે તો અમને ડર લાગે છે. ભગવાનની અમારી પર છત્રછાયા બનેલી છે. રશિદ અલ્વીને પુછવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સીઆઇઆઇમાં પોતાના ભાષણમાં એમ કહેતાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો હતો કે કોઇ વ્યક્તિ ઘોડા પર સવાર થઇને આવવાનો નથી જે દેશની બધી સમસ્યાનું સમાધાન કરી દેશે.

narendra-modi

રશિદ અલ્વીએ કહ્યું હતું કે જો તેમનો ઇરાદો નરેન્દ્ર મોદી તરફ ઇશારો કરવાનો હોત તો તે કોઇના ઘોડા પર આવવાની વાત ન કરતાં પરંતુ ભેંસ પર સવાર થઇને આવવાની વાત કરતા. હિન્દુ પૌરાણિક કથાઓમાં ભેંસને યમરાજની સવારી બતાવવામાં આવી છે. રશીદ અલ્વીએ કહ્યું હતું કે રાહુલજીએ ઘોડા પર આવવાની વાત કરી હતી તે નિશ્વિતરૂપથી મસીહાની વાત કરી રહ્યાં હશે.

કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું કે ફક્ત નરેન્દ્ર મોદીએ દેશનું ઋણ ચુકવવાનું નથી પરંતુ દેશના દરેક નાગરિકને અદા કરવાનું છે. તેમને કહ્યું હતું કે ગામમાં રહીને પણ દેશનું ઋણ ચુકવી શકાય. જો કોઇ વિચારે છે કે દિલ્હી આવીને દેશનું ઋણ ઉતારી શકાય તો તે વ્યક્તિની વિચારસણી હોય શકે. લોકોની અલગ-અલગ ઇચ્છાઓ હોઇ શકે.

ગુજરાતના મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં કહ્યું હતું કે દરેક બાળકનું કર્તવ્ય છે કે ભારતમાતાનું ઋણ ચુકવે. તેમને કહ્યું હતું કે ફક્ત નરેન્દ્ર મોદી જ નહી પરંતુ દરેક બાળક અને નાગરિકના માથે ભારતમાતાનું ઋણ છે, આ તેનું કર્તવ્ય છે જ્યારે અવસર આવે ત્યારે તેને ચુકવવું જોઇએ. એક શિક્ષક બાળકને ભણાવીને આમ કરે છે. નરેન્દ્ર મોદીએ દરેકને ઋણ ચુકવવાની વાત કરી હતી. મને આશા છે કે ભારતમાતા આર્શિવાદ આપે છે તો કોઇ વ્યક્તિએ ઋણ ચુકવ્યા વિના જતો નથી.

બીજી તરફ ભારતનું ઋણ ચુકવવાનો સમય આવવા અંગે નરેન્દ્ર મોદીના નિવેદન પર મનિષ તિવારીએ કહ્યું હતું કે ભારતના વિચારમાં વિશ્વાસ રાખનાર ભારતીય મૂલ્યો ની અનેકતામાં વિશ્વાસ રાખનાર ભારતીય સંવિધાનના મૂલ્યોની રક્ષા કરવા પ્રત્યે પ્રતિબદ્ધ એક વ્યક્તિ તરીકે મને ગુજરાતના મુખ્યમંત્રીના નિવેદનોથી ચિંતા થાય છે. મને આશા છે કે તેમને 2002માં જે ગુજરાતમાં કર્યું હતું તે ભારતમાં કરે.

English summary
Raking up the 2002 post-Godhra riots issue, Congress on Friday appeared to compare Gujarat Chief Minister Narendra Modi with 'yamraj', the Lord of Death in Hindu mythology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X