ઑનલાઇન ખરીદીના આંકડા પર મોદી સરકાર રાખશે ચાંપતી નજર

Written By:
Subscribe to Oneindia News

જો તમે ઑનલાઇન ખરીદીના શોખીન હોવ, તો આ વાત ખાસ જાણવા જેવી છે. આપણા દેશની સરકાર ઑનલાઇન ખરીદી પર ચાંપતી નજર રાખવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર ઑનલાઇન શૉપિંગના આંકડાઓ અને અન્ય જાણકારી ભેગી કરવાની યોજના પર કામ કરી રહી છે. આ માટે આવતા મહિનાથી સરકાર એક સર્વે પણ કરશે, જેમાં લોકો ઑનલાઇન શોપિંગમાં કેટલા રૂપિયા ખર્ચે છે એની જાણકારી માંગવામાં આવશે.

online shopping

જુલાઇ માસથી શરૂ થશે અભિયાન

દેશભરમાં ઑનલાઇન ખરીદીમાં કેટલા રૂપિયા ખર્ચાય છે, એનો સર્વે કરવામાં આવશે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન તરફથી આ સર્વે કરવામાં આવશે. જુલાઇ માસથી આ અભિયાન શરૂ થશે, જે જુન 2018 સુધી ચાલશે. આ સર્વેમાં લોકોની ઑનલાઇન ખરીદીની આદતની આંકડાકીય માહિતી ભેગી કરવામાં આવશે. લોકો કઇ વસ્તુઓ ઑનલાઇન વધુ ખરીદે છે, વિવિધ શહેરો અને ગામડાઓમાં કેટલી ઑનલાઇન ખરીદી થાય છે, જેવા મુદ્દાઓનો આ સર્વેમાં સમાવેશ કરવામાં આવશે.

14.5 મિલિયન ડૉલરનું બજાર

આ અભિયાન સાથે જોડાયેલ અધિકારીએ નામ ન જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, સરકારમાં જે લોકો આંકડાઓનું સંકલન કરે છે, તેઓ ઇચ્છે છે કે, ઑનલાઇન ખરીદીમાં ખર્ચ થનાર રકમના આંકડાઓની જાણકારી પણ ભેગી કરવામાં આવે, જેને આધારે રાષ્ટ્રીય આર્થિક આંકડાઓ તૈયાર કરવામાં આવશે. રેડ સીર કન્સલ્ટિંગ અનુસાર, વર્ષ 2016માં ભારતનું ઇ-કૉમર્સ સેક્ટર 14.5 મિલિયન ડૉલર હતું. આ આંકડો ખાસો નાનો છે અને આવનારા સમયમાં આ આંકડો વધશે, એમ કહેવાઇ રહ્યું છે.

અમેરિકન માર્કેટ રિસર્ચ કંપની ફોરેસ્ટરનું અનુમાન છે કે, કુલ ઑનલાઇન ખરીદીની 20 ટકા ખરીદી એશિયામાં થાય છે, વર્ષ 2021 સુધીમાં આ ખરીદી ખૂબ વધશે. વર્તમાન સમયમાં ચીન ઑનલાઇન ખરીદીનું સૌથી મોટું બજાર છે, પરંતુ ભારતનું બજાર પણ ઝડપથી વધી રહ્યું છે. સરકાર જે સર્વે કરાવવા જઇ રહી છે, તેમાં 5000 શહેરી અને 7000 ગ્રામીણ વિસ્તારોમાંથી 1.2 લાખ લોકોનો સમાવેશ કરવામાં આવશે. રાજકીય સ્તરે આ આંકડાઓ ભેગા કરવામાં આવશે. સરકાર એ પણ જોવા માંગે છે, શું ઑનલાઇન ખરીદીને કારણે મોંઘવારીમાં ઘટાડો થઇ શકે છે?

English summary
Now government will collect the data of online shopping in India. The survey will start from the next month which will end in next year.
Please Wait while comments are loading...