For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે પ્રેમના પાઠ ભણાવશે ભારતની એક યુનિવર્સિટી!!!

|
Google Oneindia Gujarati News

કોલકત્તા, 5 ઓગસ્ટ : કોલેજ કે યુનિવર્સિટી એવી જગ્યા છે જ્યાં પ્રેમના પાઠ ભણાવવામાં આવતા નથી, છતાં વિદ્યાર્થીઓ આપોઆપ ભણી લેતા હોય છે. હવે આ બાબતમાં એક અપવાદ ઉભો થવા જઇ રહ્યો છે. ભારતના પૂર્વી રાજ્ય પશ્ચિમબંગાળના પાટનગર કોલકતામાં આવેલી એક યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને સામે ચાલીને પ્રેમના પાઠ ભણાવશે. કોલકત્તાની પ્રેસિડેન્સી યુનિવર્સિટીમાં આવતા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓ પ્રેમ જેવા ગૂઢ વિષયને પોતાના અભ્યાસક્રમમાં સામેલ કરી શકશે. આ અંગે યુનિવર્સિટીના ચાન્સેલરે જણાવ્યું કે પ્રેમ અંગેનો અભ્યાસક્રમ નવા બહુવિષયક અધ્યયન કાર્યક્રમનો જ એક ભાગ બની રહેશે.

પ્રેમના પાઠ

પ્રેમના પાઠ

ભારતના પૂર્વી રાજ્ય પશ્ચિમબંગાળના પાટનગર કોલકતામાં આવેલી એક યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓને સામે ચાલીને પ્રેમના પાઠ ભણાવશે.

કયા વિભાગમાં કોર્સ શરૂ થશે?

કયા વિભાગમાં કોર્સ શરૂ થશે?

પ્રેસિડેન્સી યુનિવર્સિટીના કુલપતિ માલવિકા સરકારે જણાવ્યું કે આ કોર્સ સમાજશાસ્ત્રીય સૂચિતાર્થો સાથે સંકળાયેલા કોર્સ સાથે સાંકળી લેવામાં આવશે.

જાન્યુઆરી 2014થી પ્રારંભ

જાન્યુઆરી 2014થી પ્રારંભ

પ્રેમ અંગેના અભ્યાસક્રમને આગામી શૈક્ષણિક વર્ષના જાન્યુઆરી મહિનાથી ભણાવવાનું શરૂ કરવામાં આવશે.

પ્રેમના કયા પાઠ ભણાવાશે?

પ્રેમના કયા પાઠ ભણાવાશે?

કુલપતિના જણાવ્યા અનુસાર આ કોર્સ સમાજશાસ્ત્ર વિભાગમાં ભણાવવામાં આવશે. તેમાં મુખ્ય રીતે પ્રેમના સૈદ્ધાંતિક પાસાઓને સમજાવવામાં આવશે. આ પ્રકારનો અભ્યાસક્રમ ઓફર કરનાર આ દેશની સૌપ્રથમ યુનિવર્સિટી બની છે.

વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે ગંભીર બનાવાશે

યુનિવર્સિટીમાં ભૌતિક વિભાગના અધ્યક્ષ સોમક રાયચૌધરીએ જણાવ્યું કે "દેશમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયાસ છે. એક પારંપરિત ભારતીય યુનિવર્સિટીના શિક્ષણ તંત્રમાં ઓનર્સના વિદ્યાર્થીઓ માટે બે પાસ વિષયો લેવા જરૂરી હોય છે. અમે આ બે વિષયોમાં વિકલ્પો રજૂ કરીશું. પાસ વિષયોને વિદ્યાર્થીઓ ગંભીરતાથી નથી લેતા. તેઓ આ વિષયોને પણ ગંભીરતાથી ભણે તે માટેનો આ પ્રયાસ છે."

બે શાખાઓના આદાનપ્રદાનનો પ્રયત્ન

બે શાખાઓના આદાનપ્રદાનનો પ્રયત્ન

આમ કરીને યુનિવર્સિટી બે જુદી જુદી શાખાઓ વિજ્ઞાન અને આર્ટ્સના વિદ્યાર્થીઓને પરસ્પર એક બીજાના રસના વિષયોનો અભ્યાસ કરવાની તક પૂરી પાડશે. એટલે કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ આર્ટ્સના કોઇ પણ બે વિષયનો અભ્યાસ કરી શકશે અને આર્ટ્સના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના બે વિષયોનો અભ્યાસ કરી શકશે.

વિદેશોમાં આ પ્રયોગ અમલી

વિદેશોમાં આ પ્રયોગ અમલી

વિદેશની અનેક યુનિવર્સિટીમાં ક્રોસ વિષય પસંદગીની છૂટ છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ પોતાના રસના વિષયોનો અભ્યાસ કરી શકે છે. હવે ભારતમાં પણ આ પ્રકારનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

કયા વિભાગમાં કોર્સ શરૂ થશે?
પ્રેસિડેન્સી યુનિવર્સિટીના કુલપતિ માલવિકા સરકારે જણાવ્યું કે આ કોર્સ સમાજશાસ્ત્રીય સૂચિતાર્થો સાથે સંકળાયેલા કોર્સ સાથે સાંકળી લેવામાં આવશે.

જાન્યુઆરીથી પ્રારંભ
પ્રેમ અંગેના અભ્યાસક્રમને આગામી શૈક્ષણિક વર્ષના જાન્યુઆરી મહિનાથી ભણાવવાનું શરૂ કરવામાં આવશે.

શું ભણાવાશે?
કુલપતિના જણાવ્યા અનુસાર આ કોર્સ સમાજશાસ્ત્ર વિભાગમાં ભણાવવામાં આવશે. તેમાં મુખ્ય રીતે પ્રેમના સૈદ્ધાંતિક પાસાઓને સમજાવવામાં આવશે. આ પ્રકારનો અભ્યાસક્રમ ઓફર કરનાર આ દેશની સૌપ્રથમ યુનિવર્સિટી બની છે.

વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે ગંભીર બનાવાશે
યુનિવર્સિટીમાં ભૌતિક વિભાગના અધ્યક્ષ સોમક રાયચૌધરીએ જણાવ્યું કે "દેશમાં આ પ્રકારનો આ પ્રથમ પ્રયાસ છે. એક પારંપરિત ભારતીય યુનિવર્સિટીના શિક્ષણ તંત્રમાં ઓનર્સના વિદ્યાર્થીઓ માટે બે પાસ વિષયો લેવા જરૂરી હોય છે. અમે આ બે વિષયોમાં વિકલ્પો રજૂ કરીશું. પાસ વિષયોને વિદ્યાર્થીઓ ગંભીરતાથી નથી લેતા. તેઓ આ વિષયોને પણ ગંભીરતાથી ભણે તે માટેનો આ પ્રયાસ છે."

બે શાખાઓના આદાનપ્રદાનનો પ્રયત્ન
આમ કરીને યુનિવર્સિટી બે જુદી જુદી શાખાઓ વિજ્ઞાન અને આર્ટ્સના વિદ્યાર્થીઓને પરસ્પર એક બીજાના રસના વિષયોનો અભ્યાસ કરવાની તક પૂરી પાડશે. એટલે કે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ આર્ટ્સના કોઇ પણ બે વિષયનો અભ્યાસ કરી શકશે અને આર્ટ્સના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના બે વિષયોનો અભ્યાસ કરી શકશે.

વિદેશોમાં આ પ્રયોગ અમલી
વિદેશની અનેક યુનિવર્સિટીમાં ક્રોસ વિષય પસંદગીની છૂટ છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ પોતાના રસના વિષયોનો અભ્યાસ કરી શકે છે. હવે ભારતમાં પણ આ પ્રકારનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

English summary
Now Lesson of Love can be study in University!!!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X