For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે પાન કાર્ડમાં નામની પાછળ માતાનું નામ લખાવી શકાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 મે : વર્તમાન સમયમાં પોતાના નામની પાછળ પિતાને બદલે માતાનું નામ લગાવનારા સંતાનોની સંખ્‍યા વધતી જાય છે. સમાજના આ બદલાતા વહેણને ધ્યાનમાં રાખીને સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્‍ટ ટેક્‍સીસ (સીબીડીટી)એ પાનકાર્ડ એપ્‍લિકેશન માટે બહાર પાડેલા નવા ફોર્મ 49A અને 49AAમાં પોતાના નામ પાછળ માતાનું નામ લગાડવાનો વિકલ્‍પ પૂરો પાડ્‍યો છે.

પરમેનન્‍ટ એકાઉન્‍ટ નંબર (પાન)માં અત્‍યાર સુધી કોઈ અરજદારે એપ્‍લિકેશન કરવા માટે ભરવા પડતા ફોર્મમાં પિતાના નામની વિગતો ભરવી ફરજિયાત હતી.

pan-card

સીબીડીટીએ તાજેતરમાં લોન્‍ચ કરેલા ફોર્મ 49A અને 49AAના બોક્‍સ નંબર 6માં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. આ બોક્‍સમાં માતાનું નામ, માતાની અટક, નામ અને મિડલનેમની વિગતો ભરવાના ખાના આપવામાં આવ્‍યા છે. અગત્‍યની વાત એ છે કે તેની નીચે ખાસ લાઈન એડ કરવામાં આવી છે કે 'તમે પાન કાર્ડ ઉપર માતા કે પિતા જે કોઈનું નામ પ્રિન્‍ટ કરાવવા ઇચ્‍છતા હોવ તે સિલેક્‍ટ કરો.'

ત્‍યાર બાદ પાનકાર્ડ ઉપર માતાનું નામ છપાવવું છે કે પિતાનું તેનું ટિકમાર્ક કરવાનું બોક્‍સ પ્રોવાઈડ કરાયું છે. મતલબ કે જો વ્‍યક્‍તિ ઇચ્‍છશે તો પાનકાર્ડ પર પોતાના નામની પાછળ માતાનું નામ લગાડી શકશે.

પાનકાર્ડ અનેક જગ્‍યાએ ઓળખપત્ર તરીકે ઉપયોગમાં આવતું હોવાથી તમારા તમામ ઓળખપત્ર ઉપર તમારું નામ એક સમાન હોય તે ચકાસી લેવું જરૂરી છે. સી.એ અજિત શાહ જણાવે છે, ‘પાન કાર્ડ એપ્‍લિકેશન માટેનું ફોર્મ 49A ભારતના નાગરિકો અને ભારતની કંપનીઓ તેમજ એસોસિએશન માટે છે.

ફોર્મ 49AA નોન સિટિઝન તેમજ, દેશ બહાર સ્‍થપાયેલી કોઈ કંપની આપણા દેશમાં વેપાર કરવા માંગતી હોય તો તેના પાનકાર્ડ એપ્‍લિકેશન માટે છે. આ બંને ફોર્મમાં માતાના નામની વિગતોનો વિકલ્‍પ પૂરો પાડતા ફોર્મ સીબીડીટીએ રિલીઝ કર્યા છે.'

English summary
Now mother's name can be written in PAN card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X