For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારનો મોટો નિર્ણય, સૂચના-પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે ઑનલાઈન ન્યૂઝ-OTT પ્લેટફોર્મ

હવે ઑનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઑનલાઈન કન્ટેન્ટ પ્રોવાઈડ વિશે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મોદી સરકારે એક મોટુ પગલુ લીધુ છે જે હેઠળ હવે ઑનલાઈન ન્યૂઝ પોર્ટલ, ઑનલાઈન કન્ટેન્ટ પ્રોવાઈડ, ઓટીટી પ્લેટફૉર્મ બધા સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. આના માટે સરકારે કાયદેસર રીતે એક અધિસૂચના જારી કરી દીધી છે. ઑનલાઈન કન્ટેન્ટ પ્રોવાઈડર્સ વિશે સરકાર લાંબા સમયથી વિચાર કરી રહી હતી. સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન પણ સરકારે આ અંગે વકીલાત કરી હતી કે ઑનલાઈન માધ્યમોનુ નિયમન ટીવીથી વધુ જરૂરી છે.

modi

વાસ્તવમાં દેશમાં પ્રિન્ટ મીડિયા માટે પ્રેસ આયોગ, ન્યૂઝ ચેનલો માટે બ્રોડકાસ્ટર્સ એસોસિએશન અને જાહેરાતો માટે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્ઝ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા છે જે તેમનુ નિરીક્ષણ કરે છે પરંતુ ઑનલાઈન કન્ટેન્ટ, ઑનલાઈન ન્યૂઝ પોર્ટલો અને ઓટીટી પ્લેટફોર્મ માટે એવી કોઈ વ્યવસ્થા સરકારે હજુ સુધી કરી નહોતી. જેના કારણે હવે તેને સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય હેઠળ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ઓટીટી પ્લેટફોર્મ જેવા કે હૉટસ્ટાર, નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમ પર પ્રસારિત થતી ફિલ્મો, સીરિઝ વગેરે પર વિવાદ થઈ ચૂક્યો છે. સાથે જ એ પણ માંગ કરવામાં આવી રહી હતી કે આના પર નિરીક્ષણ અને વિવાદિત કન્ટેન્ટ પર અંકુશ લગાવવા માટે સરકાર કોઈ પગલાં લે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કહ્યુ હતુ કે જે રીતે ટીવી, પ્રિન્ટ મીડિયા વગેરે માટે નિયમો છે તેવી રીતે નિયમન ઓટીટી પ્લેટફૉર્મ માટે પણ હોવુ જોઈએ.

નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના સાતમી વાર લેશે શપથનીતિશ કુમાર મુખ્યમંત્રી પદના સાતમી વાર લેશે શપથ

English summary
Now online news-OTT platform will come under the Ministry of Information and Broadcasting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X