For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતી પ્રથાનું સમર્થન કરનારી પાયલ રોહતગીએ હવે કરી હિંદુ રાષ્ટ્રની માંગ

બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગી હાલમાં જ સતી પ્રથા ખતમ કરનાર રાજા રામમોહન રાયને ગદ્દાર ગણાવીને ચર્ચામાં આવી ગઈ હતી. જેના માટે તેણે ટ્રોલ પણ થવુ પડ્યુ. આ વખતે પાયલે હિંદુ રાષ્ટ્રની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગી હાલમાં જ સતી પ્રથા ખતમ કરનાર રાજા રામમોહન રાયને ગદ્દાર ગણાવીને ચર્ચામાં આવી ગઈ હતી. જેના માટે તેણે ટ્રોલ પણ થવુ પડ્યુ. આ વખતે પાયલે હિંદુ રાષ્ટ્રની માંગ કરી છે જેના કારણે તે વધુ ટ્રોલ થઈ છે. તેમણે આ વિશે બે વીડિયો પણ શેર કર્યા છે.

આ પણ વાંચોઃ Indian Air Forceની લેડી ઓફિસર્સે પહેલી વાર ઉડાવ્યુ MI-17 હેલીકોપ્ટર, બનાવ્યો રેકોર્ડઆ પણ વાંચોઃ Indian Air Forceની લેડી ઓફિસર્સે પહેલી વાર ઉડાવ્યુ MI-17 હેલીકોપ્ટર, બનાવ્યો રેકોર્ડ

શું બોલી પાયલ રોહતગી?

પાયલ રોહતગીએ હાલમાં જ પોતાનો એક વીડિયો બનાવીને ટ્વીટ કર્યુ જેમાં તેણે હિંદુ રાષ્ટ્રની માંગ કરી છે. વીડિયોમાં તે કહી રહી છે- ‘અમને હિંદુને પણ એક દેશ જોઈએ જેને અમે પોતાનો દેશ કહી શકીએ. આખા વિશ્વમાં એખ પણ દેશ હિંદુ રાષ્ટ્ર નથી. દરેક દેશમાં લઘુમતીઓ છે અને કોઈ પણ દેશ ભારતની હિંદુ સંસ્તિને નથી સમજી શકતો કારણકે હિંદુ ધર્મનું ઓરિજીન હિંદુસ્તાનમાં થયુ છે. તો ધર્મ નિરપેક્ષ થઈને પણ ભારત હિંદુ રાષ્ટ્ર થઈ શકે છે.'

‘ભારતમાં લઘુમતી નથી રહ્યા મુસ્લિમ'

એક અન્ય વીડિયોમાં પાયલે કહ્યુ કે, ‘ભારતમાં મુસલમાનોની જનસંખ્યા 20 કરોડ થઈ ગઈ છે. હવે તો તેમનો માઈનોરિટી ટેગ કાઢી નાખવો જોઈએ કારણકે આ બાકી લઘુમતી ધર્મના લોકો જેવા કે પારસી, બૌદ્ધ અને ઈસાઈ સાથે અન્યાય થશે.' તમને જણાવી દઈએ કે હાલમાં પાયલ પોતાના વિચિત્ર નિવેદનોના કારણે ચર્ચાઓમાં છે.

‘બિગ બૉસમાં રાહુલ મહાજન સાથે નજીક આવી હતી'

‘બિગ બૉસમાં રાહુલ મહાજન સાથે નજીક આવી હતી'

ઉલ્લેખનીય છે કે પાયલ રોહગતી રિયાલિટી શો બિગ બૉસમાં રાહુલ મહાજન સાથે નજીક આવવાના કારણે ચર્ચામાં આવી હતી. આ ઉપરાંત તે ફિલ્મમાં અમુક આઈટમ નંબર કરવાના કારણે પણ જાણીતી છે. વળી, હાલમાં સતિ પ્રથાના સમર્થન કરીને પાયલે બધાને ચોંકાવી દીધી હતી. તે એ સમયે પણ બહુ ટ્રોલ થઈ હતી.

English summary
now payal rohtagi is asking for hindu nation earlier she supported sati pratha,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X