For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે યુપીની મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજોમાં હિન્દીમાં અભ્યાસ, યોગીએ જાહેરાત કરી!

દેશમાં હવે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં હિન્દીમાં શિક્ષણને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ યોગી સરકાર પણ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવા જઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશમાં હવે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં હિન્દીમાં શિક્ષણને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ યોગી સરકાર પણ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં મોટો નિર્ણય લેતા યોગી સરકારે જાહેરાત કરી છે કે, મધ્યપ્રદેશની જેમ મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ હિન્દી ભાષામાં જ કરાવવામાં આવશે. મેડિકલ અને એન્જિનિયરિંગ પુસ્તકોના હિન્દીમાં અનુવાદનું કાર્ય પૂર્ણ થયા બાદ હવે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.

yogi adityanath

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી કે, ઉત્તર પ્રદેશમાં મેડિકલ અને એન્જિનિયરિંગના પુસ્તકોનું હિન્દીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. આગામી વર્ષથી રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આ વિષયોના અભ્યાસક્રમો હિન્દીમાં ઉપલબ્ધ થશે. અત્યાર સુધી દેશમાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ માત્ર અંગ્રેજીમાં જ થતો હતો.

ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યમાં દરેક સ્તરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સંપૂર્ણ રીતે લાગુ કરવાના અભિયાનમાં વ્યસ્ત છે. યોગી આદિત્યનાથ સરકાર ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાની દિશામાં ઘણા મોટા પગલા લઈ રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી ભાષામાં તબીબી શિક્ષણ માટે મધ્યપ્રદેશ સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે ત્રણ વિષયો માટે હિન્દીમાં પાઠયપુસ્તકોનું વિમોચન કર્યું હતું.

અમિત શાહે કહ્યું કે, મધ્યપ્રદેશ દેશનું પહેલું આવું રાજ્ય બન્યું છે. જેણે હિન્દીમાં MBBS (બેચલર ઑફ મેડિસિન અને બેચલર ઑફ સર્જરી) કોર્સ શરૂ કર્યો છે. અમિત શાહે કહ્યું કે, 21મી સદીમાં અંગ્રેજોએ'બ્રેઈન ડ્રેઈનનો સિદ્ધાંત અપનાવ્યો હતો. તેઓએ આપણા બાળકોને તેમની ભાષામાં શીખવીને બ્રેઈન ડ્રેઈન કર્યું હતું. હવે મોદીજીએ તેને બ્રેઈન ગેઈનમાં ફેરવી દીધું છે.

English summary
Now Study in Hindi in Medical-Engineering Colleges of UP, Yogi Announces!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X