NTPC દુર્ધટના: રાહુલ ગાંધી સુરતથી રાયબરેલી જવા નીકળ્યા

એનટીપીસી બ્લાસ્ટ પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની નવસર્જન યાત્રા અધુરી છોડીને રાયબરેલી જવા નીકળી ગયા છે. વધુ વાંચો અહીં.

રાયબરેલી જિલ્લામાં આવેલ એનટીપીસી પ્લાન્ટમાં મોટી દુર્ધટના સર્જાતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમની નવસર્જન યાત્રા અડધેથી છોડી રાયબરેલી જવા નીકળી ગયા છે. ઉલ્લેખનીય છે કે 500 મેગાવોટના યુનિટ નંબર 6માં બોઇલર ફાટવાથી 25 મજૂરોના મોત થયા છે અને 100 વધુ ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે પીડિતોને મળવા માટે રાહુલ ગાંધી સુરતથી રાયબરેલી જવા રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે રાયબરેલી સોનિયા ગાંધીનો લોકસભા મતવિસ્તાર છે. અને ગાંધી પરિવારનો આ વિસ્તારથી જૂનો સંબંધ છે.

rahul gandhi

સાથે જ 3 તારીખે બપોર સુધી રાહુલ ગાંધી વળી પાછા ગુજરાતમાં આવીને તેમની નવસર્જન યાત્રામાં જોડાશે. ત્યાં સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ નવસર્જન યાત્રાને આગળ વધારશે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધાવાની શક્યતા છે. ત્યારે સરકાર દ્વારા મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાહુલ ગાંધી પણ પીડિતોના પરિવારને મળીને કોંગ્રેસ તરફથી કોઇ સહાય આપશે તેવી સંભાવના રહેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X