For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારે કૃષિ ઉત્પાદકતા વધારવા પરમાણુ તકનીકનો ઉપયોગ કર્યો

|
Google Oneindia Gujarati News

bihar-agri-uni
પટણા, 10 એપ્રિલ : ભાગલપુરના સબૌર સ્થિત બિહાર કૃષિ યુનિવર્સિટી (બીએયુ)ના કુલપતિ એમ એલ ચૌધરીએ બુધવારે 10 એપ્રિલે જણાવ્યું કે રાજ્યની ખેતીમાં પરમાણું તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રયોગમાં તેમને સતત સફળતા મળી રહી છે. આ દિશામાં વધારે સારું કામ કરવા માટે હવે બિહાર કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓનું એક દળ આવતા મહિને મુંબઇ જશે.

આ પ્રતિનિધિ મંડળ મુંબઇમાં આવેલા ભાભા પરમાણુ શોધ કેન્દ્ર (બાર્ક - BARC)ના વિજ્ઞાનીઓ સાથે પોતે કરેલા પ્રયોગો અને તેમાં મળેલી સફલતા અંગે ચર્ચા કરશે. ત્યાર બાદ પરમાણુ તકનીકના ઉપયોગથી ફળો અને શાકભાજી, ખાસ કરીને કેરી અને કેરીને વધારે દિવસો સુધી તાજા રાખવા અંગેની માહિતી મેળવશે.

ચૌધરીએ વધુમાં જણાવ્યું કે આ ઉર્જાના ઉપયોગથી લીચીને 48 દિવસો સુધી, કેળા અને કેરીને 30 દિવસો સુધી અને બટાકા તેમજ ડુંગળીને 120 દિવસથી વધારે સમય માટે સડા સામે સુરક્ષિત સાચવી શકાય છે.

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલથી બાર્ક તથા દિલ્હી સ્થિત પરમાણુ ઉર્જા વિભાગના અધિકારીઓ અને બિહાર કૃષિ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની વચ્ચે મંગળવારે એક બેઠક યોજાઇ શકી હતી. આ બેઠકમાં કૃષિમાં પરમાણુ તકનીકના ઉપયોગના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

બીએયુના કુલપતિનું માનવું છે કે કૃષિમાં પરમાણુ તકનીકના ઉપયોગથી ઉત્પાદકતામાં વધારો કરવાની સાથે પાકની પ્રતિરોધક ક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ફળો અને શાકભાજીમાં વૃધ્ધિમાં વિસ્તાર માટે કોબાલ્ટ 60 મારફતે ગામા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. કેળામાં આયરનનું પ્રમાણ વધારવા માટે આ તકનીકનો ઉપયોગ પહેલા જ કરવામાં આવી ચૂક્યો છે.

English summary
Nuclear techniques used to increase productivity in Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X