For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓડિશાના તટ પર અગ્નિ 5 સફળતાપૂર્વક પરીક્ષણ

ભારતીય વિજ્ઞાનિકોને ફરી એક મોટી સફળતા મળી છે. ઓડિશામાં અબ્દુલ કલામ આઇસલેન્ડ માં આજે વિજ્ઞાનિકો અગ્નિ 5 નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય વિજ્ઞાનિકોને ફરી એક મોટી સફળતા મળી છે. ઓડિશામાં અબ્દુલ કલામ આઇસલેન્ડ માં આજે વિજ્ઞાનિકો અગ્નિ 5 નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતીય વિજ્ઞાનિકો ઘ્વારા આ પરીક્ષણ પોખરણ 2 પરમાણુ પરીક્ષણની 20મી વર્ષગાંઠના અવસરે કરવામાં આવ્યું છે. અગ્નિ 5 ને અબ્દુલ કલામ આઇસલેન્ડ થી ઇન્ટિગ્રેટ ટેસ્ટ રેન્જ ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તેને આજે સવારે 9.48 વાગ્યે લોન્ચ પેડ 4 થી લોન્ચ કરવામાં આવ્યું.

agni 5

આ છઠ્ઠી વાર છે જયારે મિસાઈલને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. આ પહેલા આ વર્ષે 18 જાન્યુઆરી દરમિયાન તેને લોન્ચ કરવામાં આવી હતી. આ મિસાઈલ જમીન થી જમીન પર 5000 કિલોમીટર ગતિથી હુમલો કરી શકે છે અને આખા ચીનને પોતાની રડારમાં લઇ શકે છે. આ મિસાઈલ સેનાના ત્રણે વિંગમાં શામિલ કરવામાં આવશે. આ મિસાઈલનું સફળતાપૂર્ણ પરીક્ષણ સાથે જ ભારત તેવા દેશોની હિસ્સો બની જશે જેમની પાસે આઇસીબીએમ 5000-5500 કિલોમીટર રેન્જ સુધીની મિસાઈલ છે. આ પહેલા આ મિસાઈલ અમેરિકા, ચીન, રશિયા અને ફ્રાન્સ પાસે જ હતી.

અગ્નિ 5 સૌથી આધુનિક મિસાઈલ છે. તેની ખાસિયત છે કે તે નેવિગેશન અને ગાઈડેન્સ એન્જીન તેમાં લાગેલું છે. આ મિસાઈલ કંઈક એવી રીતે બનાવવામાં આવી છે કે તે પોતાના ટોચ પર પહોંચીને લક્ષ્ય પર હુમલો કરે છે. આપણે જણાવી દઈએ કે ભારત પોખરામ પરીક્ષણની 20મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. પોખરણ ટેસ્ટ રાજસ્થાનના થાર મરૂસ્થળમાં 11 અને 13 મેં 1998 દરમિયાન કરવામાં આવ્યું હતું.

English summary
Odisha: Agni-5 test fired from Integrated Test Range (ITR) at Abdul Kalam Island off Odisha coast today at 9.48 am.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X