For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 ફેરા લેવાના બદલે વર-વધુએ બંધારણના શપથ લઈને કર્યા લગ્ન, મહેમાનો પાસે કરાવ્યુ રક્તદાન

ઓરિસ્સામાં એક અનોખા લગ્ન થયા જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

બરહામપુરઃ ઓરિસ્સામાં એક અનોખા લગ્ન થયા જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આ લગ્નમાં જ્યારે મહેમાન પહોંચ્યા ત્યારે ત્યાં તેમને ખૂબ સજાવટ મળી પરંતુ લગ્નનો મંડપ ગાયબ જોઈને તેઓ ચોંકી ગયા. બાદમાં જાણવા મળ્યુ કે વર-વધુએ અગ્નિને સાક્ષી માનીને 7 ફેરા નથી લીધા પરંતુ તેમણે બંધારણના શપથ લઈને લગ્ન કર્યા. આ ઉપરાંત તેમણે લગ્નમાં ગિફ્ટની જગ્યાએ લોકોને રક્તદાન કરવાનુ આશ્વાસન લીધુ.

marriage

વાસ્તવમાં, વિજય કુમાર ઓરિસ્સાના બેરહામપુરના રહેવાસી છે અને તેમની વધુ શ્રુતિ ઉત્તર પ્રદેશની રહેવાસી છે બંને ક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમણે પોતાના લગ્નમાં પંડિતને નહોતા બોલાવ્યા. કાર્યક્રમાં જ્યારે બધા મહેમાન પહોંચી ગયા તો તેમણે એકબીજાના ગળામાં માળા બાંધી. ત્યારબાદ તેમણે બંધારણની શપથ લઈને જિંદગીભર સાથે રહેવાનુ વચન આપ્યુ.

વળી, કપલે મહેમાનોને મોંઘી ગિફ્ટ લાવવા માટે ના પાડી દીધી હતી. તેના બદલે તેમણે બધાને રક્તદાનનો આગ્રહ કર્યો. આના માટે કાર્યક્રમ સ્થળ પાસે ખાસ કરીને રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ. જેમાં ઘણી લોકો શામેલ થયા. સાથે જ બંનેએ બધાને અંગ દાન વિશે પણ જણાવીને તેમને આ દિશામાં આગળ આવવાનો અનુરોધ કર્યો.

આ મામલે વિજયના પિતા ડી મોહન રાવે કહ્યુ કે તેમના મોટા દીકરાના લગ્ન 2019માં આ રીતના સમારંભમાં થયા હતા. જો કે, એ દરમિયાન વધુના પરિવારને ઘણા સમજાવવા પડ્યા હતા. હવે તેમણે શ્રુતિના માતા-પિતાને પારંપરિક હિંદુ રીત-રિવાજનુ પાલન કરવાના બદલે બંધારણના નામ પર લગ્ન કરવા માટે મનાવી લીધા. રાવના જણાવ્યા મુજબ બંધારણ એક પવિત્ર ગ્રંથ છે. આમાં શામેલ આદર્શો પ્રત્યે લોકોએ જાગૃત રહેવુ જરુરી છે. વળી, વિસ્તારમાં સક્રિય એક સંસ્થાએ જણાવ્યુ કે છેલ્લા ત્રણ વર્ષોમાં ત્યાં આવા ચાર લગ્ન થઈ ચૂક્યા છે.

English summary
Odisha brid groom married by taking oath of constitution
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X