For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાના CM નવીન પટનાયકનો આજે 75મો જન્મદિવસ, 20 વર્ષથી જીતી રહ્યા છે લોકોના દિલ

આજે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો 75મો જન્મદિવસ છે પરંતુ તે કોરોના વાયરસના કારણે પોતાનો જન્મદિવસ નહિ મનાવે. જાણો તેમની સક્સેસ સ્ટોરી

|
Google Oneindia Gujarati News

ભુવનેશ્વરઃ આજે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો 75મો જન્મદિવસ છે પરંતુ તે કોરોના વાયરસના કારણે પોતાનો જન્મદિવસ નહિ મનાવે. આ પહેલા માર્ચ મહિનામાં જ તેમને રાજ્યના મુખ્યમંત્રી બન્યાને 20 વર્ષ થયા છે. નવીન પટનાયક રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી છે. જો કે તેમના પિતા બીજુ પટનાયકને એ વાતનો બિલકુલ અંદાજ નહોતો કે તેમના પરિવારનો કોઈ સભ્ય ક્યારેય રાજકારણમાં પગ મૂકશે. પરંતુ 1997માં તેમના નિધન બાદ તેમની જ પાર્ટી(એ વખતે જનતા દળ)ના એક નેતાએ નવીન પટનાયકને તેમના પિતા બીજુ પટનાયકની લોકસભા સીટ પરથી પેટાચૂંટણી લડવા માટે કહ્યુ.

1997માં બીજુ જનતા દળની રચના કરી

1997માં બીજુ જનતા દળની રચના કરી

બીજુ પટનાયકના નિધનના આઠ મહિના બાદ નવીન પટનાયકે 26 ડિસેમ્બર 1997ના રોજ સ્થાનિક પાર્ટી બીજુ જનતા દળની રચના કરી. ત્યારબાદ થયેલી ચૂંટણીમાં બીજેડીએ પહેલી વાર જીત મેળવી. વર્ષ 2000ની વિધાનસભા ચૂંટણીમાં પહેલી વાર ઓરિસ્સામાં બીજેડી અને ભાજપ વચ્ચે ગઠબંધન થયુ હતુ. આ ચૂંટણી બાદ નવીન પટનાયક રાજ્યના મુખ્યમંત્રી બન્યા. પરંતુ વર્ષ 2009 બાદ બીજેડીએ બધી ચૂંટણી એકલા લડી છે અને શાનદાર પ્રદર્શન પણ કર્યુ છે. નવીન પટનાયકને એક ઈમાનદાર કાર્યકર્તા અને સમાજ સુધારક માનવામાં આવે છે.

નાગરિક કેન્દ્રિત શાસન પર વધુ ધ્યાન

નાગરિક કેન્દ્રિત શાસન પર વધુ ધ્યાન

પટનાયક સરકારે ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકાર પાસે 2021 વસ્તી ગણતરીને સામાજિક-આર્થિક પછાત વર્ગ(એસઈબીસી) અને જાતિ આધારિત કરવાની વાત કહી હતી. આ વિશે એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો હતો. પટનાયકનુ ધ્યાન નાગરિક કેન્દ્રિત શાસન પર રહે છે. જે હેઠળ 5T- ટેકનોલૉજી, ટીમવર્ક, ટાઈમ અને ટ્રાન્સફૉર્મેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ હેઠળ મુખ્યમંત્રી ખુદ અને તેમના અધિકારી પણ સામાન્ય લોકોને ફોન કરે છે. આ દરમિયાન લોકોને પૂછવામાં આવે છે કે તેમને સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે કે નહિ. પટનાયકે પોતાના અંગત સચિવ વી કે પાંડિયનને સચિવ તરીકે નિયુક્ત કર્યા છે અને તે સરકારી મેડિકલ કોલેજો જેવા વિવિધ સ્થળોની મુલાકાત લે છે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે સરકારી યોજનાઓ લાગુ થાય.

ઘણા ચક્રવાતી તોફાનોનો કર્યો સામનો

ઘણા ચક્રવાતી તોફાનોનો કર્યો સામનો

પટનાયકની છબી લોકોની નજરમાં ઘણી સારી છે અને તે ભ્રષ્ટાચાર સામે લડવા પર જોર આપે છે. જો કે તેમની પાર્ટીના એક પૂર્વ ધારાસભ્ય હાલમાં જ અપ્રમાણસર સંપત્તિ કેસમાં કાલાહાંડીથી પકડાયા હતા. સરકારે પણ ઘણા કલંકિત અધિકારીઓને રાજીનામુ આપવા કહ્યુ અને તેમનુ પેન્શન અટકાવી દીધુ. પટનાયકે 2000માં પદભાર સંભાળવા દરમિયાન સૌથી મોટા પડકારોમાંના એક સુપર સાયક્લોનનો સામનો કર્યો હતો. જેમાં હજારો લોકોના મોત થયા હતા અને ઘણુ નુકશાન પણ થયુ હતુ. ઓરિસ્સા 2019માં ચક્રવાત ફાની સહિત ઘણા ચક્રવાતોન ચપેટમાં આવી ચૂક્યુ છે. દર વખતે સ્થિતિ સરકાર માટે પડકારરૂપ સાબિત થાય છે પરંતુ આ કટોકટી માટે પટનાયકે સુનિશ્ચિત કર્યુ કે રાજ્ય આનો સામનો કરવા માટે સુસજ્જિત છે. ત્યાં સુધી કે આંતરરાષ્ટ્રીય સ્તરના ઘણા મંચો પર પણ તેમની પ્રશંસા થઈ છે.

મોટી સંખ્યામાં સમાજ કલ્યાણ યોજનાઓ લાગુ કરી

મોટી સંખ્યામાં સમાજ કલ્યાણ યોજનાઓ લાગુ કરી

પટનાયક એ અમુક મુખ્યમંત્રીઓમાં શામેલ છે જેમણે મોટી સંખ્યામાં સમાજ કલ્યાણ યોજનાઓ લાગુ કરી છે. ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી કાલિયા યોજના કેન્દ્રની પીએમ-કિસાન યોજના જેવી જ છે. તેમણે ગરીબો માટે 1 રૂપિયા પ્રતિ કિલો ચોખાની યોજના પણ શરૂ કરી. સંશાધનોની વાત કરીએ તો ખાણની હરાજી ઓરિસ્સા સરકારના કામમાં આવી છે. હાલમાં જ કેન્દ્રીય સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પટનાયકે ભારતમાં જાપાનના રાજદૂત સાથે મુલાકાત કરી હતી. જાપાન ઓરિસ્સામાં રોકાણની તકો શોધી રહ્યુ છે. ઓરિસ્સા ખાણોની હરાજીથી સારી એવી કમાણી કરતુ રહેશે. આ સાથે જ જેએસડબ્લ્યુ જેણે પરદીપમાં પોસ્કો ઈન્ડિયાની જગ્યા લીધી છે, ત્યાં એક સ્ટીલ પ્લૉટ સ્થાપિત કરશે.

આર્થિક સ્તરે સતત સારુ પ્રદર્શન

આર્થિક સ્તરે સતત સારુ પ્રદર્શન

રાષ્ટ્રીય વિકાસની તુલનામાં એરિસ્સા આર્થિક સ્તરે સતત સારુ રહ્યુ છે. છેલ્લા સાત વર્ષોમાં અહીંની સરેરાશ વૃદ્ધિ 6.9 ટાકના રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં લગભગ 8 ટકા છે. રાજ્યના નાણામંત્રી નિરંજન પૂજારીએ કહ્યુ કે વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં મંદી છતાં, ઓરિસ્સાની અર્થવ્યવસ્થા 2019-20માં 6.16 ટકા વધવાની આશા છે. આ રાષ્ટ્રીય સરેરાશ 5 ટકાથી ઉપર છે. ઓરિસ્સા એક અનુકૂળ રોકાણ સ્થળ તરીકે પણ ઉભર્યુ છે અને સીએમઆઈઈ ડેટા 2019 અનુસાર તેણે દેશમાં કુલ રોકાણ રેકોર્ડ 18 ટકા આકર્ષિત કર્યુ છે. પૂજારીએ એ પણ કહ્યુ કે 2020-21 દરમિયાન રાજ્યમાં 7માંથી 7.5 ટકાની વૃદ્ધિ હોવાની આશા છે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો રાજ્યની સરેરાશ વૃદ્ધિ 4.5 ટકા છે જે રાષ્ટ્રીય સરેરાશ 3.1 ટકાથી વધુ છે. ઓરિસ્સાને સતત કેન્દ્ર દ્વારા પાંચ કૃષિ કર્મણ પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યુ છે.

ચાર નવી મેડિકલ કૉલેજ સ્થાપિત કરી

ચાર નવી મેડિકલ કૉલેજ સ્થાપિત કરી

ઓરિસ્સા સરકારે ચાર નવી મેડિકલ કૉલેજો સ્થાપિત કરી છે અને સાત હજુ સ્થાપિત થવાની છે. પહેલા એઈમ્સમાંની એક ભૂવનેશ્વરમાં સ્થાપિત કરવામાં આવી હતી અને સરકારે આવતા બે વર્ષમાં જૂની મેડિકલ કૉલેજ, એસસીબી મેડિકલ કૉલેજમાં સુધારા માટે 1000 કરોડ રૂપિયાના રોકાણનો નિર્ણય કર્યો છે. 5 માર્ચે પટનાયકે આના માટે આધારશિલા મૂકી હતી. માર્ચમાં પટનાયકે ઘોષણા કરી હતી કે રાજ્ય સરકાર આવતા ચાર વર્ષમાં ગ્રામીણ ગરીબોને 20 લાખ કોંક્રીટના ઘર આપશે. રાજ્યએ પહેલા જ લાભાર્થીઓને 25 લાખ કોંક્રીટના ઘર આપેલા છે. હૉકી વિશ્વકપ 2018 ભુવનેશ્વરના કલિંગ સ્ટેડિયમમાં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યુ હતુ. રાજ્ય વિશ્વ સ્તરીય રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનુ પણ નિર્માણ કરી રહ્યા છે.

વિશ્વ આરોગ્ય સંગઠને કરી પ્રશંસા

વિશ્વ આરોગ્ય સંગઠને કરી પ્રશંસા

આ ઉપરાંત પટનાયકે સ્વ સહાય જૂથો માટે એક નવો વિભાગ મિશન શક્તિ બનાવવાની ઘોષણા કરી છે. આ ઘોષણા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે 8 માર્ચે કરવામાં આવી હતી. પટનાયક હવે સૌથી મોટા પડકારોમાંના એક કોવિડ-19 સામે લડાઈનો સામનો કરી રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં વિશ્વ આરોગ્ય સંગઠને મહામારીના પ્રભાવી મેનેજમેન્ટ માટે ઓરિસ્સા સરકારની પ્રશંસા કરી હતી. ડબ્લ્યુએચઓએ કહ્યુ હતુ, 'સોશિયલ ડિસ્ટંસીંગના ઉપાયોનુ પાલન કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પડકારરૂપ હતા પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં રાજ્યના અનુભવે સ્થિતિને સંભાળવામાં મદદ કરી. પંચાયતી રાજ સંસ્થાઓ અને સમુદાય આધારિત પ્રતિક્રિયા રણનીતિના સહયોગથી પ્રભાવી શાસને વાયરસના પ્રસારને રોકવા માટે સ્થિતિને સક્ષમ બનાવી છે.'

જયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયોજયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

English summary
Odisha CM Naveen Patnaik turned 75 today, Know his success story here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X