For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાવાઈરસથી લડવા ઓરિસ્સા સજ્જ, કરી આવી તૈયારીઓ

કોરોનાવાઈરસથી લડવા ઓરિસ્સા સજ્જ, કરી આવી તૈયારીઓ

|
Google Oneindia Gujarati News

કોરોનાવાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 18255દ અને ભારતમાં 114 પોજિટિવ કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કહ્યું હતું કે ચીનથી બહાર આ વાઈરસ હરણફાળ ગતિએ ફેલાઈ રહ્યો છે. ત્યારે કોરોનાવાઈરસથી પોતાની પ્રજાને સુરક્ષિત રાખવા માટે ઓરિસ્સાની નવીન પટનાયક સરકારે કેટલાક મહત્વના પગલાં ભર્યાં છે, જે આ મુજબ છે.

odisha

વિદેશથી પરત ફરતા લોકો સૌથી વધુ Covid 19નું સંક્રમણ ફેલાવી રહ્યા છે. હવે મોટાભાગના દેશોમાં સ્કૂલ, કોલેજ અને યૂનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી છે. વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ લોકોને આપી દેવામાં આવ્યો છે ત્યારે કેટલાય લોકો વિદેશથી ઓરિસ્સા પરત ફરે તેવી રાજ્ય સરકારને આશંકા છે, જેને કારણે ઓરિસ્સામાં સંક્રમણ બમણી ગતિએ ફેલાવવાનો ભય રહે છે ત્યારે ઓરિસ્સા સરકારે વિદેશથી આવતા એનઆરઆઈને ટોલ ફ્રી નંબર 104 પર અવા ઓનલાઈન પોર્ટર પર ખુદની નોંધણી કરવાનું ફરજિયાત બનાવી દીધું છે.

રાજ્યમાં પ્રવેશ્યાના 24 કલાકમાં નોંધણી થઈ જવી જોઈએ, નોંધણી વખતે તમારો મોબાઈલ નંબર આપવો પણ જરૂરી છે. જો કે સરકારે દેશમાં આવતા પહેલા જ આ ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવાની અપીલ કરી છે, વિદેશથી જે કોઈપણ લોકો ઓરિસ્સામાં પરત ફરી રહ્યા છે તેમને 14 દિવસ સુધી ઘરની બહાર નહી નિકળી શકે, રાજ્ય સરકાર હોમ આઈસોલેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે, જેથી વિદેશથી સંક્રમણ લઈને આવેલા લોકો રાજ્યમાં વધુ સંક્રમણ ના ફેલાવી શકે. આના માટે નોંધણી કરાવનાર લોકોને રાજ્ય સરકાર દ્વારા 15000 રૂપિયાનું ઈન્સેન્ટિવ આપવામાં આવી રહ્યું છે. જો કે જે લોકો 4 માર્ચ કે તે પછી ઓરિસ્સામાં પ્રવેશી ચૂક્યા છે આજે સવારે 6 વાગ્યેથી 19 માર્ચે સવારના 6 વાગ્યા સુધી રજિસ્ટર કરવાનો વિકલ્પ આપ્યો છે.

કોઈપણ સરકારના આ નિયમોનું પાલન નહિ કરે તો ભારતીય દંડ સંહિતા અને ક્રિમિનલ પ્રોસિઝર કોડ અંતર્ગત તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થશે અને દંડને પાત્ર ગણાશે. આ નિર્દેશ 15 એપ્રિલ સુધી લાગૂ રહેશે અને જરૂર પડ્યે તેની અવધી પણ વધારવામાં આવી શકે છે. ઓરિસ્સાની સરકારે પણ વિદેશથી આવતા લોકોને રાજ્યના આ પ્રયત્નોમાં ભાગીદાર બનવા અને સહયોગ કરવા અપીલ કરી છે.

શું ગરમી વધવાથી ખતમ થઈ જશે Coronavirus, જાણો શું કહે છે એક્સપર્ટશું ગરમી વધવાથી ખતમ થઈ જશે Coronavirus, જાણો શું કહે છે એક્સપર્ટ

English summary
Odisha Government in Action: started online portal to stop Spreading Covid19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X