ઓરિસ્સા માઈગ્રન્ટ વર્કર્સની સરળ ઘરવાપસી માટે અસરકારક પગલાં લઈ રહ્યુ છેઃ નવીન પટનાયક
ઓરિસ્સા સરકારે રવિવારે જણાવ્યુ કે તેમણે કેન્દ્ર સરકાર તેમજ બીજી રાજ્ય સરકારો સાથે લૉકડાઉન ખતમ થયા બાદ માઈગ્રન્ટ વર્કર્સની સરળ ઘરવાપસી માટે ચર્ચા કરી છે.
ઓરિસ્સા સરકારે રવિવારે જણાવ્યુ કે તેમણે કેન્દ્ર સરકાર તેમજ બીજી રાજ્ય સરકારો સાથે લૉકડાઉન ખતમ થયા બાદ માઈગ્રન્ટ વર્કર્સની સરળ ઘરવાપસી માટે ચર્ચા કરી છે. વર્કર્સની ઘરવાપસી માટે સરકારના પ્રોએક્ટીવ સાયન્ટિફીક રોડ મેપના ભાગ તરીકે સરપંચોને જિલ્લા કલેક્ટરના પાવર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી નવીન પટનાયકે એક વીડિયો સંદેશમાં વધુમાં જણાવ્યુ કે સરકારના આટલા પ્રયત્નો છતાં બીજા રાજ્યોમાં રહેતા ઓડિશાના લાખો માઈગ્રન્ટ વર્કર્સ, વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ અને દર્દીઓ સ્થિતિ સામાન્ય નથી.

પટનાયકે વધુમાં ઉમેર્યુ કે જ્યારે લૉકડાઉન હટાવવામાં આવશે ત્યારે અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે વાત કરીશુ અને ઓડિશાના લોકોની સરળ ઘરવાપસી માટે વ્યવસ્થા કરીશુ. અમે ટેકનોલોજીની પણ મદદ લઈશુ. પંચાયત અને સ્થાનિક ગ્રામ્ય એકમો પર ભાર મૂકતા સીએમ પટનાયકે જણાવ્યુ કે દરેક પંચાયતમાં રજિસ્ટ્રેશન સુવિધા આપવામાં આવશે. પરિવારના સભ્યો તેમજ મિત્રો ઘરે આવવા માંગતા લોકો માટે ત્યાં રજિસ્ટ્રેશન કરી શકશે. પાછા આવનાર દરેક જણે ફરજિયાત 14 દિવસ ક્વૉરંટાઈનમાં રહેવુ પડશે. ક્વૉરંટાઈનમાં રહેવા અને જમવાની વ્યવસ્થા ફ્રી હશે તેમજ ક્વૉરંટાઈન સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર 2000 રૂપિયા આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યુ કે રાજ્ય, સમાજ અને પરિવારના ભલા માટે રજિસ્ટ્રેશન અને ક્વૉંરટાઈન મહત્વનુ છે.
સીએમ નવીન પટનાયકે વધુમાં જણાવ્યુ કે આ પ્રક્રિયાના અમલ માટે રાજ્ય સરકારે માનવતાભર્યુ વલણ દાખવીને ઐતિહાસિક પગલુ લીધુ છે. કોવિડ-19 પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે સરપંચોને જિલ્લા કલેક્ટરના પાવર આપવામાં આવ્યા છે. આના માટે કાયદાકીય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. અસામાન્ય પરિસ્થિતિ અસામાન્ય જવાબદારી પણ માંગે છે. કોવિડ-19ને પહોંચી વળવા માટે અમે ગ્રામ પંચાયતો અને સ્થાનિક એકમોને વધુ પાવર આપી રહ્યા છે જેનાથી રાજ્યમાં પાછા આવનાર લોકોને વધુ સરળતા રહેશે અને કોવિડ-19 સામેની લડત વધુ સક્ષમ બનશે.












Click it and Unblock the Notifications
