મોદી ઇચ્છે તો અ'વાદમાં આવીને 370 પર ચર્ચા કરવા તૈયારઃ ઓમર

જમ્મુ, 5 ડિસેમ્બરઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કલમ 370 પર ચર્ચા કરવાની વાત કરવામાં આવી હતી. જેને લઇને એક વિવાદના બીજ રોપાયા છે. જમ્મૂ કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ ગુરુવારે મોદીને પડકાર ફેંકતા આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, કલમ 370ને લઇને તેઓ ગમે તે સ્થળે અને ગમે તે સમયે મોદી સાથે ચર્ચા કરવા તૈયાર છે.

omar-modi
નોંધનીય છે કે, જમ્મુમાં નરેન્દ્ર મોદીએ એક લલકાર રેલીને સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા 66 વર્ષમાં કલમ 370ને લઇને રાજ્યના લોકોને ફાયદો થયો છે કે નહીં તે અંગે ચર્ચા થવી જોઇએ. રાજ્યમાં સામાન્ય માનવીને કલમ 370થી ફાયદો થઇ રહ્યો છે કે નહીં તે અંગે જમ્મુ કાશ્મીર અને દેશમાં ચર્ચા થવી જોઇએ.

નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનો મામલો ઉઠાવવામાં આવતા કલમ 370ને લઇને ફરી વિવાદ ઉભો થયો છે. ફારુક અબ્દુલ્લા દ્વારા પણ થોડા સમય પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે મોદી 10 વાર વડા પ્રધાન બની જાય તો પણ 370 કલમને હટાવી શકશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X