For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓમિક્રૉનનુ જોખમઃ આ 6 એરપોર્ટ પર RT-PCR ટેસ્ટનુ પ્રી-બુકિંગ આજથી અનિવાર્ય, જાણો કેવી રીતે થશે આખી પ્રોસેસ

આજથી ભારતના છ એરપોર્ટ પર આરટી-પીસીઆર(કોરોના તપાસ) ટેસ્ટનુ પ્રી-બુકિંગ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના નવા વેરિઅંટ ઓમિક્રૉનને લઈને ભારતમાં પણ જોખમ યથાવત છે. આના સંક્રમણને રોકવા માટે આજે(20 ડિસેમ્બર)થી ભારતના છ એરપોર્ટ પર આરટી-પીસીઆર(કોરોના તપાસ) ટેસ્ટનુ પ્રી-બુકિંગ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. આ એરપોર્ટ દેશના છ મુખ્ય મેટ્રો શહેરોમાં છે. એટલે કે દિલ્લી, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં આજે કોરોનાની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટનુ પ્રી-બુકિંગ કરાવવાની રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગયા સપ્તાહે જાહેર કરાયેલ નિર્દેશ મુજબ જોખમવાળા દેશોમાંથી આવતી મુસાફરો માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યુ છે કે આના માટે એર સુવિધા પોર્ટલમાં ફેરફાર કરવામાં આવે જેથી જોખમવાળા દેશોમાંથી આવનારા કે છેલ્લા 14 દિવસોમાં ત્યાં રહેતા યાત્રી આરટી-પીસીઆર ટેસ્ટનુ પ્રી-બુકિંગ કરાવી શકે.

covid

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કર્યુ કે આ પ્રોટોકૉલનુ પાલન કરવાનો પહેલો તબક્કો છે. બાદમાં જરુરત પડવા પર તેને લંબાવવામાં પણ આવી શકે છે. મંત્રાલયે કહ્યુ કે સિસ્ટમને સ્થિર કરવા અને યાત્રીઓને પ્રી-બુકિંગમાં કોઈ પણ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો સુનિશ્ચિત કર્યા બાદ કોરોના નિયમોને અન્ય એરપોર્ટ પર પણ વધારવામાં આવી શકે છે.

રીયલ ટાઈમ રિવર્સ ટ્રાંસક્રિપ્શન-પોલીમરેજ ચેન રિએક્શન(આરટી-પીસીઆર) ટેસ્ટ સામાન્ય રીતે કોરોના વાયરસ બિમારી(કોવિડ1-9)ની ઉપસ્થિતિને શોધવા, ટ્રેક કરવા અને અધ્યયન કરવા માટે સૌથી ચોક્કસ લેબ ટેસ્ટ છે. ભારતમાં એરપોર્ટ ઝડપથી અને નિયમિત બંને પ્રકારના આરટી-પીસીઆર પરીક્ષણ કરી રહ્યા છે. ક્યારેક-ક્યારેક એક દિવસમાં 15,000 સેમ્પલ લે છે જેનુ રિઝલ્ટ આવવામાં એક કલાકથી આઠ કલાક સુધીનો સમય લાગી શકે છે.

ભારતમાં એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટનુ પ્રી-બુકિંગ કેવી રીતે કરશો?

1. તમે જે શહેરની યાત્રા કરી રહ્યા હોય, તેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટની અધિકૃત વેબસાઈટ પર જાવ. જેવી કે દિલ્લી, મુંબઈ અને કોલકત્તા...
2. વેબસાઈટના ફ્રંટ પેજ પર જ તમને 'બુક કોવિડ-19 ટેસ્ટ'નુ ઑપ્શન દેખાશે.
3. આગળ, યાત્રાનો પ્રકાર પસંદ કરો.
4. બધા વ્યક્તિગત વિવરણ જેવા કે નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, આધાર કાર્ડ/પાસપોર્ટ નંબર, સરનામુ, નિયુક્તિ તિથિ, સમય સ્લૉટ વગેરે ભરો.
5. બધા વિવરણ નોંધ્યા બાદ ટેસ્ટના પ્રકારનો પસંદ કરો. આમ કરતા જ એરપોર્ટ પર આરટી-પીસીઆ ટેસ્ટ માટે પ્રી-બુકિંગ થઈ જશે.

English summary
Omicron Alert: RT-PCR Pre-booking mandatory at these 6 airports from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X