For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Omicron Fear : 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે?

આંતરરાષ્ટ્રીય ઉડાનો 15 ડિસેમ્બરથી શરૂ નહીં તેવું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવાનો નિર્ણય હાલ પૂરતો મૌકૂફ રાખવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Omicron Fear : આંતરરાષ્ટ્રીય ઉડાનો 15 ડિસેમ્બરથી શરૂ નહીં તેવું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ કરવાનો નિર્ણય હાલ પૂરતો મૌકૂફ રાખવામાં આવ્યો છે. ઓમિક્રોનના સંભવિત જોખમને પગલે આ નિર્ણય રદ્દ કરવામાં આવ્યો છે, તેમ પણ સુત્રોએ જણાવ્યું હતું. આ સાથે નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. ઓમિક્રોન અંગેની બેઠકમાં PMએ આ અંગેના નિર્દેશ આપ્યા હતા.

ઈન્ટરનેશનલ ફ્લાઈટ

ઉલ્લેખીય છે કે, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાની તારીખ પર વિચાર કરી રહી હતી. ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે, પરંતુ આ નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે કે, તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વિદેશથી આવતા નાગરિકોની સ્થિતિ જોયા બાદ જ નિર્ણય લેવામાં આવ્યો છે. 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ એરલાઇન શરૂ થશે કે, કેમ તે અંગે શંકા હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 23 માર્ચથી દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે.

English summary
Omicron Fear: Doubts over start of international flights from December 15, govt to decide based on situation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X