For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Omicron: દેશના 16 રાજ્યોમાં ઓમિક્રૉનના 1270 કેસ, જાણો ક્યાં કેટલા દર્દી?

દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસ ખતરનાક ઝડપે વધવા લાગ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસ ખતરનાક ઝડપે વધવા લાગ્યો છે. આ વખતે મહામારીના નવા વેરિઅંટ ઓમિક્રૉને કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતાને વધારી દીધી છે. કોરોના સાથે-સાથે ઓમિક્રૉનના કેસ પણ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક રિપોર્ટ મુજબ દેશમાં અત્યાર સુધી કુલ 1270 ઓમિક્ર઼નના કેસ સામે આવ્યા છે. આમાંથી સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્લીમાં નોંધવામાં આવ્યા છે. ત્રીજા સ્થાને કેરળ છે.

coronavirus

રિપોર્ટ મુજબ અત્યાર સુધી દેશના 16 રાજ્યોમાં ઓમિક્રૉનના કેસ સામે આવી ચૂક્યા છે અને તે સતત લોકોને પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે આ ખતરનાક વેરિઅંટથી દેશમાં અત્યાર સુધી કોઈ પણ દર્દીનુ મોત થયુ નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્ર઼નના કેસોની વાત કરીએ તો સૌથી વધુ મહારાષ્ટ્રથી 450 કેસ સામે આવ્યા છે. ત્યારબાદ બીજા સ્થાને 320 કેસ સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્લી છે.

જ્યારે કેરળમાં 103, ગુજરાતમાં 97, રાજસ્થાનમાં 69, તેલંગાનામાં 62, તમિલનાડુમાં 46, કર્ણાટકમાં 34, આંધ્ર પ્રદેશમાં 16, હરિયાણામાં 14, ઓરિસ્સામાં 14, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 4, ચંદીગઢમાં 3 અને જમ્મુ કાશ્મીરમાં 3 કેસ અત્યાર સુધી નોંધવામાં આવી ચૂક્યા છે. ઓમિક્રૉનના વધતા કેસો વચ્ચે કોરોના વાયરસના કેસ પણ ખતરનાક સ્પીડમાં વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ શુક્રવારે(31 ડિસેમ્બર)ના રોજ સામે આવેલા રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 16,764 નવા કેસ સામે આવ્યા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 220 લોકોના મોત થયા છે. આ દરમિયાન એક દિવસમાં 7585 દર્દી કોવિડ-19થી રિકવર થયા છે.

બિહાર પહોંચ્યો ઓમિક્રૉન

વળી, હવે બિહારમાં પણ ઓમિક્રૉનની એન્ટ્રી થઈ ચૂકી છે. સામે આવી રહેલા સમાચારો મુજબ બિહારમાં ઓમિક્રૉનનો પહેલો કેસ સામે આવ્યો છે. રાજ્યની રાજધાની પટનાના કિદવઈપુરી વિસ્તારના એક દર્દીમાં ઓમિક્રૉન વેરિઅંટનો દર્દી મળ્યો છે. આ અંગે વધુ માહિતી આપીને રાજ્ય આરોગ્ય સમિતિની ઈડી સંજય સિંહે જણાવ્યુ કે પટનાના કિદવઈપુરી વિસ્તારના 26 વર્ષીય યુવકનો રિપોર્ટ જીનોમ સિક્વંસિંગમાં પૉઝિટિવ આવ્યો છે. જેની જિલ્લા પ્રશાસનને સૂચના આપી દેવામાં આવી છે અને સાથે જ એલર્ટ પણ આપવામાં આવ્યુ છે.

English summary
Omicron In India: 1270 cases of Omicron in 16 states, Know patients statewise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X