For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના બીજી લહેર કરતા પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન, એક અઠવાડિયામાં 175 ટકાનો વધારો

દેશમાં ઓમિક્રોનનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આંકડા દર્શાવે છે કે, તેનો સંક્રમણ રેટ એટલો ઝડપી છે કે, તેણે ગયા વર્ષે ભયાનક રીતે સામે આવેલી કોરોનાની બીજી લહેરને પણ વટાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં ઓમિક્રોનનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આંકડા દર્શાવે છે કે, તેનો સંક્રમણ રેટ એટલો ઝડપી છે કે, તેણે ગયા વર્ષે ભયાનક રીતે સામે આવેલી કોરોનાની બીજી લહેરને પણ વટાવી દીધો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે, ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ ગંભીર બીમારીના ઓછા અહેવાલો છે, જે હોસ્પિટલમાં દાખલ થવાના રેટમાં પણ ઘટાડો કરે છે.

રવિવારે 33 હજારથી વધુ કેસ નોંધાયા

રવિવારે 33 હજારથી વધુ કેસ નોંધાયા

કોરોના સંક્રમણની વાત કરીએ તો રવિવારના રોજ દેશમાં કોરોનાના 33 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ સંખ્યા છેલ્લા 107 દિવસમાં અથવા 17 સપ્ટેમ્બર બાદનાસૌથી વધુ છે.

આવા સમયે 2 જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં દરરોજ સરેરાશ 18,290 નવા દર્દીઓ નોંધાયા હતા, જે 12 ઓક્ટોબર બાદ સાત દિવસનીસૌથી વધુ સરેરાશ છે. જ્યારે 25 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સાત દિવસની સરેરાશ 6,641 હતી.

એક સપ્તાહમાં સંક્રમણ રેટ 175 ટકા વધ્યો

એક સપ્તાહમાં સંક્રમણ રેટ 175 ટકા વધ્યો

રિપોર્ટ અનુસાર કોરોનાનો સંક્રમણ રેટ એટલો ઝડપી છે કે, છેલ્લા એક સપ્તાહમાં તેમાં 175 ટકાનો વધારો થયો છે. 9 એપ્રિલ, 2020 પછી આ સૌથી વધુ સાપ્તાહિકવધારો છે, જ્યારે કોરોનાની બીજી લહેર દરમિયાન એક સપ્તાહમાં મહત્તમ 75 ટકાનો વધારો નોંધાયો હતો.

નિષ્ણાંતોનું કહેવું છે કે, જો સંક્રમણનો આ રેટ એવો જ રહ્યોતો આગામી સપ્તાહમાં દૈનિક કેસની સંખ્યા 36 હજાર સુધી પહોંચી જશે.

WHOએ પહેલેથી જ આપી હતી ચેતવણી

WHOએ પહેલેથી જ આપી હતી ચેતવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પહેલાથી જ પુષ્ટિ કરી ચૂક્યું છે કે, વર્તમાન ઓમિક્રોન સંક્રમણ ડેલ્ટા કરતા વધુ ઝડપથી ફેલાશે. WHOએ જણાવ્યું હતું કે, એવી સંભાવનાવધારે છે કે, જે લોકોને રસી આપવામાં આવી છે અથવા તેઓ કોરોનાથી સંક્રમિત થયા છે, તેઓ પણ ફરીથી સંક્રમિત થઈ શકે છે. તે અત્યાર સુધી નોંધાયેલામોટાભાગના ઓમિક્રોન કેસમાં જોવા મળ્યું છે.

English summary
Omicron is spreading even faster than second wave of Corona, a 175 percent increase in one week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X