પાકિસ્તાનને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંધન, BSFનો જવાન શહીદ

Written By:
Subscribe to Oneindia News

પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન થવાના કારણે બીએસએફનો વધુ એક જવાન શહીદ થયો છે. ગુરુવારે મોડી રાતે જવાન શહીદ થવાની માહિતી મળી છે. પાકિસ્તાન રેન્જર્સની તરફથી અરનિયા અને આરએસ પુરા સેક્ટરમાં આંતરાષ્ટ્રીય સીમા પર મોર્ટાર શેલિંગ ફેંકવામાં આવ્યા હતા. જેમાં આ ભારતીય જવાનની મોત થઇ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી ફાયરિંગ પછી ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો. જેના કારણે આંતરાષ્ટ્રીય સીમાથી જોડાયેલા ગામોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની તરફથી બે દિવસ પહેલા પણ ગોળીબારી થઇ હતી. જેમાં ભારતે વળતો જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આ ફાયરિંગમાં બે દિવસ પહેલા 28 વર્ષીય લોકનાયક યોગેશ કુમારની મોત થઇ હતી. જે મહારાષ્ટ્રના ઘુલે જિલ્લાના રહેવાસી હતા. યોગેશ કુમારની મોત પછી ભારતીય સેનાએ જબરદસ્ત ગોળીબારી કરી હતી. જેમાં પાકિસ્તાનના સાત જવાનોની મોત થઇ હતી. પાકિસ્તાનના આ સાત જવાનોમાં એક મેજરનો પણ સમાવેશ થાય છે.

India

ઉલ્લેખનીય છે કે 3 જાન્યુઆરીએ જે બીએસએફ જવાનની મોત તે પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. તેમનું નામ આર પી હજરા હતું. નોંધનીય છે કે પોતાના જન્મદિવસના અવસરે જ તે પાકિસ્તાનની તરફથી થયેલ ગોળીબારીમાં શહીદ થયા હતા. તે બીએસએફમાં હેડ કોસ્ટેબલ તરીકે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સાંબામાં પાકિસ્તાન તરફથી ધુસણખોરી કરતા આંતકીઓને પણ બીએસએફના જવાનોએ મોતને ઘાટ ઉતાર્યા હતા. સુત્રોનું માનીએ તો પાકિસ્તાન હાલ સીઝફાયર એટલા માટે કરી રહ્યું છે કારણ કે તે શરદી પૂરી થાય તે પહેલા વધુમાં વધુ આંતકીઓને સીમા પાર ભારતમાં મોકલવા માંગે છે. નોંધનીય છે કે 2017માં કુલ 860 સીઝફાયર ઉલ્લંધન સામે આવ્યા છે. આ સીઝફાયરની ગત વર્ષ કરતા વધુ છે.

English summary
One BSF soldier martyred in Pakistan ceasefire violation at international border. This incident came after two days when Indian army killed 7 oak rangers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.