દિલ્હીમાં વધુ એક ગેંગરેપ, બેની ધરપકડ
નવી દિલ્હી, 25 જાન્યુઆરીઃ રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં વધુ એક ગેંગરેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ ચાર યુવકો પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. આ સંબંધમાં યુવતીની ફરિયાદ પર પોલીસે ચાર આરોપીઓ વિરદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે બેની ધરપકડ કરી લીધી છે.
માહિતી અનુસાર રોહિણી સેક્ટર 15 નિવાસી યુવતીને પોતાની પાડોશમાં રહેતા ગૌરવ નામના યુવક સાથે મિત્રતા હતી. ગૌરવે લગ્નની લાલચ આપીને યુવતીને મોડી રાત્રે પોતાના ઘરે બોલાવી. જ્યાં તેના ત્રણ મિત્રો પહેલેથી જ હતા. યુવતી પહોંચતા જ ચારેયે પહેલાં તો તેને હથિયાર બતાવીને ડરાવી-ધમકાવી. બાદમાં ચારેયે તેની સાથે બળાત્કાર કર્યો.
આ સંબંધમાં યુવતીની ફરિયાદ પર કેએન કાટ્જૂ થાના પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, એક યુવક યુવતીનો પાડોશી હોવાનું જણાવવામાં આવે છે. બે આરોપીઓ હજુ ફરાર છે.












Click it and Unblock the Notifications
