દિલ્હીમાંથી વધુ એક સંદિગ્ધ આતંકવાદી ઝડપાયો

સૂત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે આ પહેલા પકડાયેલા ત્રણ આતંકવાદીઓની સઘન પૂછરપરછ અને માહિતીના આધારે આ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા વધું માહિતી મેળવવા માટે આતંકવાદીને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે અને અન્ય ફરાર આતંકવાદીઓને ઝડપવા માટે પોલીસે કવાયદ ઝડપી કરી છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દિલ્હી પોલીસ દ્વારા ત્રણ લશ્કર એ તૈયબા સાથે સંબંધો ધરાવતા ઇન્ડિયન મુઝાહિદ્દીનના ત્રણ આતંકવાદીઓની ધરપડક કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે પૂણે વિસ્ફોટના કેસને સોલ્વ કરી નાંખવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, પૂણે ઓગસ્ટ મહિનામાં 40 મીનિટના ગાળામાં એક પછી એક ચાર ઓછી માત્રાના વિસ્ફોટ થયા હતા. જેમાં કોઇ જાનહાની થઇ નહોતી.












Click it and Unblock the Notifications
