For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ એક વર્ષ સરકાર મફત અનાજ આપશે, યોજનાને એક વર્ષ માટે લંબાવાઈ

ભારત સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજનું વિતરણ કરાઈ રહ્યું છે. દેશમાં કોરોનાકાળમાં સરકારે ગરીબો માટે મફત અનાજ આપવાની શરૂઆત કરી હતી. હવે સરકારે આ યોજનાને એક વર્ષ માટે લંબાવી દીધી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજનું વિતરણ કરાઈ રહ્યું છે. દેશમાં કોરોનાકાળમાં સરકારે ગરીબો માટે મફત અનાજ આપવાની શરૂઆત કરી હતી. હવે સરકારે આ યોજનાને એક વર્ષ માટે લંબાવી દીધી છે.

free grains

ભારત સરકારે મફત અનાજ યોજનાને એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટમાં આ નિર્ણયને મંજુરી આપવામાં આવી છે. ભારત સરકારની આ યોજના અનુસાર હવે આવતા વર્ષ એટલે કે ડિસેમ્બર 2023 સુધી મફત અનાજ વિતરણ કરવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતમાં કેન્દ્ર સરકારની મફત અનાજ વિતરણ યોજનાનો 82 કરોડ લોકોને લાભ મળે છે. હવે વધુ એક વર્ષ આ 82 કરોડ લોકોને મફત અનાજનો લાભ મળશે.

કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલે કેબિનેટ બેઠક બાદ જાણકારી આપી હતી અને જણાવ્યુ કે, આ યોજનાનો અમલ શરૂ થયાને 28 મહિના થઈ ગયા છે. આ યોજનાને ભૂતકાળમાં ઘણી વખત લંબાવવામાં આવી છે અને હવે તેની મુદત આ મહિને પુરી થઈ રહી હતી.

પીયૂષ ગોયલે અઙીં વધુમાં કહ્યું કે, 81.35 કરોડ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત અનાજ મળશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ચોખા, ઘઉં અને બરછટ અનાજ અનુક્રમે ત્રણ રૂપિયા બે અને એક રૂપિયાના દરે આપવામાં આવે છે. સરકારના આ નિર્ણયથી તિજોરી પર વાર્ષિક 2 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ સિવાય તેમણે જણાવ્યુ કે, ગરીબ કલ્યાણ યોજનાને આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા સાથે મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા 28 મહિનામાં સરકારે મફત અનાજ યોજના પર 1.80 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

English summary
One more year the government will provide free grains, the scheme has been extended for one year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X