For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે દિવાળીમાં બોમ્બ નહિ ફોડી શકો, માત્ર આ બે ફટાકડા ફોડવાની અનુમતિ

આ વખતની દિવાળી શાંતિપૂર્ણ થવાની આશા છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે માત્ર બે પ્રકારના ફટાકડા ફોડવાની જ અનુમતિ આપી છે

|
Google Oneindia Gujarati News

આ વખતની દિવાળી શાંતિપૂર્ણ થવાની આશા છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે દિલ્લીમાં માત્ર બે પ્રકારના ફટાકડા ફોડવાની જ અનુમતિ આપી છે જેમાં કોઠી અને ફુલઝડી શામેલ છે. બંને ફટાકડા અવાજ નથી કરતા માટે આ વખતે દિવાળી શાંતિપૂર્ણ થવાની આશા છે. આ ઉપરાંત કોર્ટે રૉકેટ, બોમ્બ અને અન્ય અવાજ કરતા ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પોલિસે જણાવ્યુ કે લોકો ફટાકડા ખરીદતી વખતે તેના પર અધિકૃત મહોરની પુષ્ટિ જરૂર કરવી.

ફટાકડા વેચનાર પર રહેશે નજર

ફટાકડા વેચનાર પર રહેશે નજર

ફટાકડા પર ક્યુઆર કોડ છપાયેલો હશે જેના પર સરકારી સ્ટેમ્પ લાગેલો હશે. કોઠી અને ફૂલઝડી બે રંગમાં આવે છે 50 ફૂલઝડી કે પછી પાંચ કોઠીનુ એક બૉક્સ 250 રૂપિયામાં આવશે. દિલ્લી પોલિસના પ્રવકતા એમએસ રંધાવાએ જણાવ્યુ કે માત્ર ગ્રીન ફટાકડાને જ અનુમતિ છે. અમે ફટાકડાના વેચાણ પર નજર રાખવા માટે ટીમની રચના કરી છે. જો કોઈ પણ આ બે પ્રકાર સિવાયના કોઈ ફટાકડા વેચતા પકડાયા તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્લીમાં વાયુ પ્રદૂષણ મોટી સમસ્યા

દિલ્લીમાં વાયુ પ્રદૂષણ મોટી સમસ્યા

સરકારનો દાવો છે કે ગ્રીન ફટાકડા 30 ટકા ઓછુ વાયુ પ્રદૂષણ કરે છે માટે આના ઉપયોગની અનુમતિ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં દિવાળીના પ્રસંગો વાયુ પ્રદૂષણ દર વર્ષે મોટો મુદ્દો રહે છે. દિવાળી બાદ હવામાં ભળેલા ઝેરના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગયા સપ્તાહની વાત કરીએ તો દિલ્લીના હવા રોજ ખરાબ થઈ રહી છે. હવાની દિશા દિલ્લી તરફ હોવાના કારણે આસપાસના રાજ્યોમાંથી ધૂમાડો દિલ્લીમાં આવી રહ્યો છે જેનાથી અહીંની હવા ઝેરીલી બની રહી છે.

આ પણ વાંચોઃ સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલ બની શકે છેઆ પણ વાંચોઃ સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલ બની શકે છે

ઓછુ પ્રદૂષણ થશે

ઓછુ પ્રદૂષણ થશે

કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે આ ફટાકડા 25-30 ટકા ઓછુ પ્રદૂષણ કરશે. સાથે જ 50 ટકા ઓછા સલ્ફર ડાય ઑક્સાઈડનુ ઉત્સર્જન કરશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્લીને દિવાળીમાં પ્રદૂષણ મુક્ત બનાવવાનુ અભિયાન કાઉન્સિલ ઑફ સાઈન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચે ઉઠાવ્યુ છે. વાસ્તવમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે માત્ર એ જ ફટાકડા ફોડવાની અનુમતિ હશે જે ઓછુ પ્રદૂષણ કરે. આ પહેલા તમામ અરજીકર્તાઓએ અરજી કરીને અપીલ કરી હતી કે દેશભરમાં ફટાકડા પ્રતિબંધિત કરવામાં આવે ત્યારબાદ કોર્ટે આ આદેશ આપ્યો હતો.

2016માં લાગ્યો હતો પ્રતિબંધ

2016માં લાગ્યો હતો પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટે દેશની રાજધાની દિલ્લી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વાસ્તવમાં ત્રણ બાળકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કરીને કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. સપ્ટેમ્બર 2017માં કોર્ટે અસ્થાયી રીતે પ્રતિબંધને હટાવી દીધો હતો પરંતુ એક મહિના બાદ એક વાર ફરીથી પ્રતિબંધ લગાવી દીધો હતો.

English summary
Only green cracker on this diwali no Rocket or bomb will be allowed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X