For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Operation Lotus : અમારા 4 ધારાસભ્યોને 100 કરોડની ઓફર, કેસીઆરએ લગાવ્યો ભાજપ પર આરોપ

Operation Lotus : તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખરે પોતાની TRS પાર્ટીના 4 ધારાસભ્યોને ખરીદવા માટેની ઓફર આપવા બદલ ભાજપ નિશાન સાધ્યું હતું.

|
Google Oneindia Gujarati News

Operation Lotus : તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખરે પોતાની TRS પાર્ટીના 4 ધારાસભ્યોને ખરીદવા માટેની ઓફર આપવા બદલ ભાજપ નિશાન સાધ્યું હતું. મુખ્યમંત્રી કે ચંદ્રશેખરે નામ લીધા વિના કહ્યું કે, દિલ્હીના દલાલોએ તેમની TRS પાર્ટીના 4 ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી છે. આ એટલા માટે કહેવાની જરૂર પડી રહી છે. કારણ કે, આપણા રાજ્યમાં આવીને આ દલાલો તેલંગાણાના સ્વભિમાની લોહીને પડકાર આપી રહ્યા છે.

Operation Lotus

ચાર TRS ધારાસભ્યો સાથે સ્ટેજ પર દેખાયા કેસીઆર

TRS નેતા અથવા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સતત ભાજપ પર તેમની પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમના દાવાને મજબૂત કરવા માટે રવિવારના રોજ તેમને ચાર TRS ધારાસભ્યો સાથે સ્ટેજ પર દેખાયા હતા.

ભાજપ દ્વારા TRS છોડવાના બદલામાં પૈસા આપવાની ઓફર

આ ધારાસભ્યોને ભાજપ દ્વારા TRS છોડવાના બદલામાં પૈસા આપવાની ઓફર કરવામાં આવી હતી. તેલંગાણામાં ભાજપના પ્રદેશ મહાસચિવ ગુજ્જુલા પ્રેમેન્દ્ર રેડ્ડીએ મુખ્યમંત્રી કેસીઆરના ભાજપ પરના આરોપોની સીબીઆઈ તપાસની માગ કરી હતી. આ માટે તેમણે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ભાજપે આ મામલાની તપાસ માટે સીબીઆઈને આપવામાં આવેલી સામાન્ય સહમતી પાછી ખેંચી

આ કેસમાં તેલંગાણા સરકાર દ્વારા શનિવારના રોજ હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ભાજપે આ મામલાની તપાસ માટે સીબીઆઈને આપવામાં આવેલી સામાન્ય સહમતી પાછી ખેંચી લીધી છે. તેલંગાણાના એક ફાર્મહાઉસમાં બુધવારની ઘટનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કેન્દ્ર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

આરોપીઓને 14 દિવસની જેલ કસ્ટડી મોકલવામાં આવ્યા

રવિવારના રોજ કેસીઆરે નામ લીધા વિના જણાવ્યું હતું કે, દિલ્હીના દલાલોએ તેમની પાર્ટીના ચાર ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ તેલંગાણાના સ્વાભિમાનને પડકારવા આવ્યા હતા. તેમણે ચાર ધારાસભ્યોને 100 કરોડની ઓફર કરી હતી. આ કેસમાં એક વેપારી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રામચંદ્ર ભારતી ઉર્ફે સતીશ શર્મા, નંદા કુમાર અને સિંઘ્યાજી સ્વામીને 14 દિવસની જેલ કસ્ટડી મોકલવામાં આવ્યા છે.

જ્યારે આપણે મત આપીએ ત્યારે સાવધાનીપૂર્વક મતદાન કરવું જોઈએ

કેસીઆરએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે બધું જ કહેવું પડશે. કારણ કે, અહીં તેલંગાણાના સ્વાભિમાનને પડકારવામાં આવી રહ્યો છે. તેઓ તેલંગાણા પર કબ્જો કરવા માગતા હતા. હું ખેડૂતોને કહું છું. જ્યારે આપણે મત આપીએ ત્યારે સાવધાનીપૂર્વક મતદાન કરવું જોઈએ.

English summary
Operation Lotus : KCR accused BJP that 100 crore offer to our 4 MLAs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X