ઓપિનિયન પોલ : પીએમ મોદીના કામથી કેટલા લોકો ખુશ છે?

Written By:
Subscribe to Oneindia News

જો આજની તારીખમાં પણ ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન એટલે કે એનડીએની સરકાર બને તેવી સંપૂર્ણ સંભાવના છે. ત્યારે કોંગ્રેસને બીજી તરફ ફરી એક વાર હારનો સામનો કરવો પડી શકે છે. આવું અમે નહીં પણ એક સર્વેમાં કહેવામાં આવ્યું છે. સર્વેમાં નીકળેલા પરિણામોને જોતા તેવી પૂરે પૂરી સંભાવના છે કે મોદી આજની તારીખે પણ ચૂંટણી જીતીને ભારતના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે કોણે આ સર્વે કરાવ્યો અને તેના આંકડામાં અન્ય બીજી કંઇ રસપ્રદ જાણકારી મળી આવી વિગતવાર વાંચો અહીં....

ખાનગી સર્વે

ખાનગી સર્વે

જો કે આ વાત એક ખાનગી સર્વેમાં બહાર આવી છે. ખાનગી સમાચાર ચેનલ આજતક, ઇન્ડિયા ટુડે અને કાર્વી ઇન્સાઇટ લિમિટેડ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે દેશના 19 રાજ્યો આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ જેવા રાજ્યોમાં કરવામાં આવ્યો છે. આ સર્વે 12 જુલાઇથી 23 જુલાઇની વચ્ચે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં 19 રાજ્યના 97 સંસદીય ક્ષેત્રની 194 વિધાનસભાના 12,179 લોકોએ તેમાં ભાગ લીધો હતો. અને સર્વેમાં 68 ટકા લોકો ગ્રામીણ વિસ્તારના હતા અને 32 ટકા લોકો શહેરી વિસ્તારના હતા.

મોદીની લોકપ્રિયતા

મોદીની લોકપ્રિયતા

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો હાલની તારીખમાં પણ ચૂંટણી થાય તો એનડીએને 349, યુપીએને 75 અને અન્યને 119 સીટો મળી શકે છે. સાથે જ સર્વેમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે 6 મહિના પહેલા થયેલા સર્વે મુજબ એનડીએને 360 સીટો મળી હતી પણ 6 મહિનાના બાદના સર્વેમાં તેને 11 સીટો ગુમાવવાનો વારો આવ્યો. NDAને 42 ટકા વોટ સર્વેમાં તે પણ સામે આવ્યું છે કે એનડીએને કુલ 42 ટકા મત મળશે તો યુપીએને 28 અને અન્યને 30 ટકા.

પીએમના કામથી લોકો ખુશ છે?

પીએમના કામથી લોકો ખુશ છે?

વધુમાં સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ સામે આવી છે. સર્વેમાં 43 ટકા લોકોએ પીએમ મોદીના કામને સારું માન્યું છે. 20 ટકા લોકો તેમના કામને બહુ સારુ માન્યું છે તો 23 ટકા લોકોને મોદીનું કામ ઠીક-ઠાક લાગ્યું છે. સાથે જ 1 ટકા લોકોએ આ પર કંઇ જ કહેવાની ના પાડી છે. જ્યારે 8 ટકા લોકોએ પીએમ મોદીના કામને ખરાબ ગણાવ્યું છે. તો 4 ટકા લોકોએ પીએમ મોદીના કામને ખુબ જ ખરાબ ગણાવ્યું છે.

લોકપ્રિય મંત્રી કોણ?

લોકપ્રિય મંત્રી કોણ?

જેટલી પ્રિય મંત્રી સર્વેમાં પીએમ મોદીના કેબીનેટ મંત્રીઓ પર પણ સવાલ કરવામાં આવ્યા છે. જે મુજબ અરુણ જેટલીનું પરફોર્મેન્સ 28 ટકા, રાજનાથનું 26 ટકા, સુષ્મા સ્વરાજનું 21 ટકા, એમ વેંકૈયા નાયડૂનું 16 ટકા, નીતિન ગડકરીનું 14 ટકા અને સુરેશ પ્રભનું પરફોર્મન્સ 10 ટકા લોકોએ પસંદ કર્યું છે. સર્વેમાં 23 ટકા લોકોએ માન્યું કે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારે કાળાનાણાં પર મોટો હુમલો કર્યો છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ

રાહુલ ગાંધી અને કોંગ્રેસ

કોંગ્રેસ પાર્ટીને લગતા સવાલોમાં ખાલી 25 ટકા લોકોએ જ માન્યુ કે પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, દેશના વડાપ્રધાન બનવાના યોગ્ય છે. સર્વેમાં લોકોએ તે પણ માન્યું કે કોંગ્રેસનો કારભાર હવે ગાંધી પરિવાર સિવાય અન્ય કોઇ વ્યક્તિના હાથમાં હોવો જોઇએ. ઉલ્લેખનીય છે કે આ વાત તો ખાલી ભારતની જનતા જ નહીં પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ આ પહેલા કહી ચૂક્યા છે.

English summary
opinion poll on modi government and congress regarding next lok sabha election.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.