For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલાં મંત્રીઓના રાજીનામા પછી સંસદમાં સહયોગ: ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sushma-swaraj
નવી દિલ્હી, 7 મે: ભાજપે સોમવારે કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટમાં સીબીઆઇના નવા સોગંદનામાએ સાબિત કરી દિધું છે કે સરકારે કોલગેટ ગોટાળા પર એજન્સીની સ્થિતિ રિપોર્ટમાં ઉલ્લેખનીય ફેરફાર કર્યા છે. તેને કહ્યું હતું કે રેલવે અને કાનૂન મંત્રીને દૂર કરવામાં આવશે તો ખાદ્ય સુરક્ષા અને ભૂમિ અધિગ્રહણ સંબંધી બિલને સમર્થન કરશે.

સુપ્રિમ કોર્ટમાં સીબીઆઇના સોગંધનામાએ મુખ્ય વિપક્ષી પાર્ટીને સરકાર પર હુમલો કરવાની તક આપી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કાનૂન મંત્રી અશ્વિની કુમારના કહેવા પર સ્થિતિ રિપોર્ટમાં કરવામાં આવેલા ફેરબદલ 'નુકસાન પહોંચાડનાર છે' અને કોલસા ફાળવણી મુદ્દે સરકારને બચાવવા પર લક્ષિત છે.

રાજ્યસભામાં વિપક્ષી નેતા અરૂણ જેટલીએ સીબીઆઇના સોગંધનામાના પેરા નંબર 19નો ઉલ્લેખ કરતાં મંત્રીના કહેવા પર તે ભાગ હટાવવામાં આવ્યો છે જ્યારે તપાસ એજન્સીએ કહ્યું હતું કે આ સ્પષ્ટ નથી કે આ લોકોને કયા આધાર પર મહત્વ આપવામાં આવ્યું છે જેમને ખાણ કરાર મેળવ્યા છે.

આ પ્રકારે 'બ્રોડશીટ' કોલસા ફાળવણી પર સીબીઆઇ રિપોર્ટનો ભાગ છે, પરંતુ તેમને દૂર પણ કરવામાં આવ્યાં છે. બીજી તરફ મહત્વના ફેરફાર હેઠળ આ ખંડને દૂર કરવામાં આવ્યો છે જ્યારે એજન્સી ઇચ્છતી હતી કે સીએજી દ્વારા 2004માં ભલામણ કરેલી નિવિદાની કસોટી 2010 સુધી કેમ લાગૂ કરવામાં આવી નથી. અરૂણ જેટલીએ કહ્યું હતું કે આ મોટો ફેરફાર છે તપાસ કોલસા મંત્રી અને વડાપ્રધાન પર લક્ષિત છે. એક પ્રકારે રિપોર્ટ સંભાવિત શંકાસ્પદ જોવા મળે છે.

રેલવેમાં મલાઇદાર પદો પર નિમણૂક માટે લાંચ મુદ્દે રેલવેમંત્રી પી કે બંસલના ભાણીયાની કથિત સંલિપ્તતા પર ભાજપે કહ્યું હતું કે જે પ્રકારે ફાઇલો વધી રહી છે અને પૈસા ચુકવવામાં આવે છે તેમાં લય છે.

અરૂણ જેટલીએ કહ્યું હતું કે જે વ્યક્તિને લાંચ આપવામાં આવી છે તે રાજકારણ અને વેપારમાં રેલમંત્રીના અંતરંગ છે. તેમને સવાલ કર્યો છે કે 'કેમ કોઇ અજાણ્યા વ્યક્તિને લાંચ આપવામાં આવશે. લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે હોબાળા વચ્ચે ખાદ્ય સુરક્ષા બિલ પસાર કરવાના પ્રયત્ન પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સુષમા સ્વરાજે કહ્યું હતું કે આ બિલ અને ભૂમિ અધિગ્રહણ બિલને પસાર કરવા માંગે છે પરંતુ આ ત્યારે સંભવ છે જ્યારે પવન બંસલ અને અશ્વિની કુમાર રાજીનામું આપે.

English summary
With a series of scams battering the government, Parliament was paralysed again today as an aggressive Opposition demanded the resignation P K Bansal and Ashwani Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X