For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી ગભરાઇ ગઇ છે વિપક્ષ: ભાજપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi-claping
લખનઉ, 18 જુલાઇ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ઉત્તર પ્રદેશ એકમે બુધવારે કહ્યું હતું કે આ વિસ્તારની વિરોધી પાર્ટીઓ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી ઘભરાઇ ગઇ છે માટે વિપક્ષી પાર્ટીઓની દરેક બેઠકમાં નિશાના પર નરેન્દ્ર મોદી હોય છે.

ભાજપ પ્રદેશ એકમના પ્રવક્તા વિજય બહાદુર પાઠકે કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી મધુસુદન મિસ્ત્રી દ્વારા નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. વિજય બહાદુર પાઠકે કહ્યું હતું કે મધુસુદન મિસ્ત્રી ઉત્તર પ્રદેશમાં એક અસફળ સાબિત થશે.

ભાજપના કાર્યાલય પર પત્રકારો સાથે વાતચીત કરતાં વિજય બહાદુર પાઠકે કહ્યું હતું કે ગુજરાતનું વિકાસ મોડલ અપનાવવાની સિખામણ કેન્દ્રિય યોજના આયોગને પણ આપવાનું શરૂ કરી દિધું છે. યોજના આયોગે પણ આ તથ્યોને સ્વિકાર્યા છે કે નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલને રાજ્યએ અપનાવવું જોઇએ. તેમને કહ્યું હતું કે કોંગ્રેસ મહાસચિવ મધુસુદન મિસ્ત્રીને ગુજરાત પછાત દેખાઇ છે. હવે સાચુ કોણ બોલી રહ્યું છે, કોંગેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર કે પછી મધુસુદન મિસ્ત્રી. તે ગુજરાતના જ છે પરંતુ તેમને ત્યાંના વિકાસની ઉંચાઇ દેખાતી નથી.

વિજય બહાદુર પાઠકે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અને મધુસુદન મિસ્ત્રીને ગુજરાતનું વિકાસ મોડલ જામતું નથી માટે તે આડેફડ નિવેદનબાજી કરી ફક્ત ચર્ચામાં રહેવાનું કામ કરી રહ્યાં છે.

English summary
BJP claimed Congress and other parties were afraid of Narendra Modi and it was their fear which was driving them to target the leader at every possible opportunity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X