આપણા જવાનો બહાદુર છે : બિક્રમસિંહ

bikram singh
ચંદીગઢ, 9 માર્ચ : સેનાપ્રમુખ જનરલ વિક્રમસિંહે પાકિસ્તાની સેના દ્વારા બે ભારતીય સૈનિકોની હત્યા કરવાની ઘટનાને કારણે બંને દેશો વચ્ચે ઉભા થયેલા તણાવની પૃષ્ઠભૂમિમાં પાકિસ્તાનના વડાપ્રધાન રઝા પરવેઝ અશરફની અજમેર શરીફની દરગાહની યાત્રા અંગે કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવાની ના કહી છે.

સિંહે જણાવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાનની મુલાકાત એક રાજકીય નિર્ણય છે. આપણે તેને મુદ્દો બનાવવો જોઇએ નહીં. આ અંગેનો નિર્ણય સરકારને જ સોંપવો જોઇએ. સેના પ્રમુખ તરીકે હું કોઇ ટિપ્પણી કરવા માંગતો નથી. ઉલ્લેખનીય છે કે સેના પ્રમુખને અશરફની મુલાકાત અંગે ટિપ્પણી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે આ વાત કહી હતી.

જો કે તેમણે કહ્યું કે ભારતીય સેનાએ કેન્દ્રને સંઘર્ષ વિરામ ઉલ્લંઘન તથા જાન્યુઆરીમાં પાકિસ્તાનની સેના દ્વારા એક ભારતીય સૈનિકનો શિરચ્છેદ અને અન્ય એક સૈનિકની બર્બર હત્યા કરવાના મુદ્દે પહેલા જ પોતાની ચિંતાથી સૌને અવગત કરાવ્યા હતા.

ચંદીગઢમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સિંહે જણાવ્યું કે એ સમયે અમે અમારી ચિંતા વ્યક્ત કરી હતી.અમે અમારી ભાવનાઓ વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીય સેના પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સંઘર્ષ વિરામના ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપી રહી છે.
જનરલ સિંહે જણાવ્યું કે જો તેઓ (પાકિસ્તાની સૈનિકો) સંઘર્ષવિરામ કરે છે તો અમારા સૈનિકો પણ હાથમાં બંગડીઓ પહેરીને નથી બેઠા. ભારતીય સૈનિકો બહાદુર છે. અમારા જવાનો પણ જવાબમાં ગોળીબાર કરે છે. આ કામ રણનીતિના સ્તરે કરવામાં આવે છે અને આવું થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X