બીજીવાર કોરોના થયો હોય તેવા 56% દર્દી મૃત્યુ પામ્યા, ICMRની સ્ટડીમાં ખુલાસો
બીજીવાર કોરોના થયો હોય તેવા 56% દર્દી મૃત્યુ પામ્યા, ICMRની સ્ટડીમાં ખુલાસો
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોનાવાયરસના ઈન્ફેક્શનને લઈ નવું સંશોધન કર્યું, જેમાં મૃત્યુદર ક્યાંય વધુ હોવાનું સામે આવ્યું છે. રિસર્ચ મુજબ બીજીવાર કોરોનાવાયરસના લપેટામાં આવ્યા હોય તેવા દર્દીઓમાંથી 56% દર્દીઓ બેક્ટેરિયલ ઈન્ફેક્શન અથવા તો ફંગલ ઈન્ફેક્શનને કારણે મૃત્યુ પામ્યા છે.

10 દવાખાનાની સ્ટડી થઈ
રિસર્ચમાં જાણવા મળ્યું કે કોઈ એક વ્યક્તિમાં બીજીવાર કોરોના થયો હોય તેઓ મૃત્યુ પામ્યા છે. આ દર્દીઓ આઈસીયૂમાં દાખલ હતા. આ સ્ટડી ગયા વર્ષે જૂન-ઓગસ્ટમાં થઈ હતી અને તેમાં અડધાથી વધુ કેસમાં બેક્ટેરિયલ કે ફંગલ ઈન્ફેક્શનને કારણે કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું તારણ સામે આવ્યું છે. આ ઉપરાંત કોવિડ 19 દર્દીઓમાં અમુક બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના કેસ નોંધાયા છે.
આ સ્ટડીમાં કુલ 17534 દર્દીઓનો સર્વે કરવામાં આવ્યો હતો, 3.6% દર્દીઓમાં બીજીવાર બેક્ટેરિયલ કે ફંગલ ઈન્ફેક્શન જોવા મળ્યું અને આ દર્દીઓનો મૃત્યુદર પણ 56.7% છે. જેનો મતલબ કે બીજી વખત કોરોના પોઝિટિવ થાય તેમાંથી અડધા દર્દીઓ મૃત્યુ પામે છે.

એન્ટીબાયોટિકના ઓવડોજથી નુકસાન
કેટલાય નિષ્ણાંતોનું માનવું છે કે એન્ટીબાયોટિક દવાઓ અને એંટિફંગલ અજેંટોંનો વધુ ઉપયોગ મેલેનોમાઇકોસિસ અને મ્યૂકોરમાઇકોસિસ જેવા દુર્લભ ઈન્ફેક્શન ફેલાવાનું મોટું કારણ હોય શેક છે. રાજ્ય સરકારની કોવિડ 19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ રાહુલ પંડિત કહે છે કે, શરીરમાં સારા બેક્ટેરિયા હોય છે, જે તેની અન્ય હાનિકારક બેક્ટેરિયાથી રક્ષા કરે છે. પરંતુ જ્યારે કોઈપણ કારણ વીના એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે તો સારા બેક્ટેરિયા પણ ખતમ થઈ જાય ચે અને ખરાબ બેક્ટેરિયાને શરીર પર હુમલો કરવાનો મોકો મળી જાય છે.

હોસ્પિટલમાં વધુ દિવસ રહેવાથી ખતરો વધી જાય છે
જ્યારે હિંદુજા હોસ્પિટલના ડૉ ખુસરવ બાજન કહે છે કે બીજી લહેરમાં અમારી પાસે એવા યુવાનો આવી રહ્યા છે જેઓ પહેલેથી જ એન્ટીબાયોટિક લઈ ચૂક્યા હોય છે. પછી અમારે તેમને વધુ મજબૂત એન્ટીબાયોટિક્સ આપવી પડે છે. એવામાં હોસ્પિટલે વધુ દિવસ સુધી દાખલ રહ્યા બાદ તેમને વધુ એન્ટીબાયોટિક્સની જરૂરત પડે છે અને પછી તેમના શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા બહુ ઘટી જાય છે. એવામાં સેકન્ડરી ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.












Click it and Unblock the Notifications
