For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેનોના સંચાલનને યોગ્ય ગણાવી ચિદમ્બરમે કહ્યુ, આ રીતે જ માર્ગ અને હવાઈ પરિવહન શરૂ કરો

સરકારના ટ્રેનો ચાલુ કરવાના નિર્ણયનુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે સ્વાગત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીના કારણે દેશમાં ઘોષિત લૉકડાઉનના કારણે બંધ પેસેન્જર ટ્રેનો 12 મેથી ફરીથી ચાલુ થશે. આ દરમિયાન બીજા રાજ્યોમાં ફસાયેલા લોકો અને જરૂરી કામ બીજી જગ્ાએ જતા લોકો મુસાફરી કરી શકે છે. શરૂઆતમાં 15 ટ્રેનો ચલાવવામાં આવશે એટલે કે આ 15 રૂટો પર ચાલશે. ટ્રેનો દિલ્લીથી ચલાવવામાં આવશે. 11 મેના રોજ 4 વાગે રિઝર્વેશન મળવાનુ શરૂ થઈ જશે. આ ટ્રેનોની ટિકિટ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટ પર મળશે, ટિકિટ કાઉન્ટર પર નહિ.

p chidambaram

સરકારના આ નિર્ણયનુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે અમે આંતરરાજ્ય પેસેન્જર ટ્રેનોના સંચાલને સાવચેતીપૂર્વક શરૂ કરવાના સરકારના નિર્ણયનુ સ્વાગત કરીએ છીએ. માર્ગ પરિવહન અને હવાઈ પરિવહનને પણ આ રીતે શરૂ કરવુ જોઈએ. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે દેશભરમાં લૉકડાઉન લાગુ છે તેમછતાં આના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.

આ પણ વાંચોઃ IMD: આ રાજ્યોમાં આવી શકે છે આંધી-તોફાન અને વરસાદ, એલર્ટ જારીઆ પણ વાંચોઃ IMD: આ રાજ્યોમાં આવી શકે છે આંધી-તોફાન અને વરસાદ, એલર્ટ જારી

English summary
P Chidambaram welcomes the decision of the govt to cautiously start operations of inter-state passenger trains .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X