For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક. અખબારમાં છપાયો કાત્જુનો મોદી પરનો વિવાદીત લેખ

|
Google Oneindia Gujarati News

katju
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ માર્કેન્ડય કાત્જુનો આર્ટીકલ પાકિસ્તાનના એક અખબારમાં છપાવાના કારણે ફરી એકવાર આ મુદ્દે વિવાદ શરૂ થઇ ગયો છે.

કાત્જુનો આ લેખ પાકિસ્તાની અખબાર એ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં છપાયો છે. જેને શીર્ષક આપવામાં આવ્યું છે કે 'મોદી અને 2002ના રમખાણો'. આ મુદ્દે કાત્જુ પર પ્રહાર કરતા બીજેપી નેતાએ જણાવ્યું છે કે કાત્જુ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.

બીજેપી પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે જસ્ટીસ કાત્જુ જે કંઇપણ લખે છે તેને કોઇપણ ગંભીરતાથી નથી લેતું. જાવડેકરે જણાવ્યું કે કાત્જુ એસ કહે છે કે તેઓ એક નાગરિકની રૂહે લખે છે. પરંતુ તેઓ રાજનીતિ કરી રહ્યા છે. જો તેઓ એવું કરવા માગતા હોય તો સક્રિય રાજનીતિમાં સામેલ થઇ જવું જોઇએ.

જાવડેકરે જણાવ્યું કે આ દેશમાં દરેકને બોલવાની અને લખવાની આઝાદી છે, પરંતુ તેમની જેમ કોઇ જજ રાજનીતિ નથી કરતો. તેમણે કાત્જુ પર આરોપ લગાવ્યો કે તેઓ નરેન્દ્ર મોદી વિરુધ્ધ પ્રચાર કરી રહ્યા છે, તેઓ રાજનીતિ કરી રહ્યા છે.

મોદી પર કાત્જુનો આ લેખ બે અઠવાડિયા પહેલા ધી હિન્દુમાં છપાયો હતો. જેમાં કાત્જુએ ગુજરાતના રમખાણો પર મોદીની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે. સાથે સાથે તેમણે લોકોને સમજીવિચારીને પોતાના પીએમ ચૂંટવાની અપીલ કરી હતી. તેમના આ લેખ પર પ્રહાર કરી અરુણ જેટલીએ કાત્જુ પાસે રાજીનામાની માંગ કરી હતી.

English summary
pakistani newspaper print justice katju's controvercial article about Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X