For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં થયેલી સર્જરીએ પાકની મહિલાને આપ્યું નવજીવન

By Super
|
Google Oneindia Gujarati News

stethoscope
કોલકતા, 27 ડિસેમ્બરઃ લગભગ એક દસકાથી સરખી રીતે શ્વાસ નહીં લઇ શકનાર અને જાગીને રાતો ગુજારનારી પાકિસ્તાની મહિલા સાદિયા તારિકના વોકલ કાર્ડ્સની ભારતીય ડોક્ટર્સ દ્વારા સર્જરી કરવામાં આવ્યા બાદ તેને નવું જીવન મળ્યું છે.

અહીં એપોલો ગ્લેનેગલ્સ હોસ્પિટલના કાન, નાક અને ગળાના સ્પેશ્યિયાલિસ્ટ ડો. શાંતનુ પાંજાએ જણાવ્યું કે પાકિસ્તાનના કરાચીની નિવાસી સાદિયા છેલ્લા 12 વર્ષથી પોતાના દેશમાં થાઇરોડ ગ્રંથીની બે સર્જીરી કરાવી ચૂકી છે, જેના કારણે તેના સ્વરયંત્ર લગભગ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થઇ ગયા હતા. સાદિયાને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઇ રહી હતી અને સુતી વખતે મોઢામાંથી અજબ પ્રકારની સિટીઓના અવાજ આવતા હતા.

સાદિયાને તેના પતિ રાજા મોહમ્મદ તારિકને હોસ્પિટલમાં પત્રકારો સમક્ષ રજૂ કરતા ડો. પાંજાએ કહ્યું કે સાદિયાના સ્વરયંત્ર એવી સ્થિતિમાં હતા કે જેનાથી હવાનું આર-પાર થવું લગભગ અટકી ગયું હતું. જેના કારણે થોડુક દૂર ચાલવાથી પણ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેની સર્જરી માટે ખતરો પણ વધારે હતો કારણ કે, સાદિયાના લોહીમાં ટીએસએચનું સ્તર અન્ય કરતા વઘારે હતું. ડો પાંજાની આ સર્જરીને અત્યારસુધીમાં કરવામાં આવેલી એક અનોખી સર્જરી ગણાવવામાં આવી છે.

English summary
Sadia Tariq of Pakistan received a new lease of life in her early 40s, thanks to a rare surgery on her paralysed vocal cords by the Indian medics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X