ભારતના 1.8 ટન વજનના ડ્રોનથી ગભરાયું પાકિસ્તાન, જાણો શુ કહ્યું

Posted By:
Subscribe to Oneindia News

ભારતની ડ્રોન ટેક્નોલોજીથી પાકિસ્તાનની ગભરાટ સાફ જોઈ શકાય છે. ભારતના રુસ્તમ-2 ડ્રોન પર પાકિસ્તાન વિદેશ કાર્યાલય પ્રવક્તા મોહમ્મદ ફેઝલ ઘ્વારા સવાલ ઉઠાવ્યા છે અને તેના વિશે ચિંતા પણ દર્શાવી છે. પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે કોમ્બેટ ઓપેરેશન દરમિયાન ભારત તેનો ઉપયોગ કરી શકે છે. આપને જણાવી દઈએ કે હાલમાં જ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન ઘ્વારા રુસ્તમ-2 ડ્રોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાને ચિંતા દર્શાવી

પાકિસ્તાને ચિંતા દર્શાવી

પાકિસ્તાન વિદેશ કાર્યાલય પ્રવક્તા મોહમ્મદ ફેઝલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો નિર્માણ અને સેના ક્ષમતા વિશે જોવામાં આવે તો ભારત ઘ્વારા કરવામાં આવેલો ડ્રોન ટેક્નોલોજી વિકાસ ચોક્કસ એક ચિંતાનું કારણ છે.

ભારતે બનાવ્યો ડ્રોન

ભારતે બનાવ્યો ડ્રોન

પાકિસ્તાન ની ચિંતાનું કારણ છે કે રુસ્તમ-2 ડ્રોન સુરક્ષાબળોની દેખરેખ હેઠળ આવે છે. રુસ્તમ-2 ડ્રોન માનવરહિત વિમાન છે જે 21 મીટર લાબું છે. તેની વજન 1.8 ટન છે અને તેની સ્પીડ 225 kmph છે. આ ડ્રોન 350 કિલો વજન સાથે હથિયાર સાથે એક વખતમાં 24 કલાક સુધી ઉડી શકે છે.

રુસ્તમ-2 સફળ પરીક્ષણ

રુસ્તમ-2 સફળ પરીક્ષણ

આ ડ્રોનમાં સિન્થેટિક અપેર્ચર રડાર, મેરિટાઇમ પેટ્રોલ રડાર લગાવવામાં આવ્યા છે. જે તેને ખાસ બનાવે છે. રુસ્તમ-2 ડ્રોન વિશે ડીઆરડીઓ ઘ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ડીઆરડીઓ ઘ્વારા ચિત્રદુર્ગના ચાલાકરે માં પોતાના એરોનોટિકલ પરીક્ષણ રેન્જમાં રુસ્તમ-2 ડ્રોનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વર્ષ 2001 દરમિયાન રુસ્તમ દમણિયા ની મૃત્યુ થયી હતી

વર્ષ 2001 દરમિયાન રુસ્તમ દમણિયા ની મૃત્યુ થયી હતી

સફળ પરીક્ષણના બધા જ માનક સામાન્ય રહ્યા. રુસ્તમ-2 અલગ અલગ પેલૅંડ સાથે લઇ જવામાં સક્ષમ છે. આપણે જણાવી દઈએ કે આ ડ્રોનનું નામ પૂર્વ સાઈંટીસ્ટ રુસ્તમ દમણિયા ના નામ પર રાખવામાં આવ્યું છે. વર્ષ 2001 દરમિયાન રુસ્તમ દમણિયા ની મૃત્યુ થયી હતી.

English summary
Pakistan concerned over drdo drone technology rustom 2 drone.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.