For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરોસાને લાયક નથી પાકિસ્તાન, આ ભારતીય સૈનિકો સાથે કર્યો હતો ખરાબ વ્યવહાર

પહેલા પાકિસ્તાનમાં જે રીતે ભારતીય સૈનિકો સાથે વર્તન કરવામાં આવ્યુ છે તે માટે લોકોમાં થોડો ગભરાટ પણ છે.

|
Google Oneindia Gujarati News

દરેક ભારતીય વિંગ કમાંડર અભિનંદનની સકુશળ પરત આવવાની પ્રાર્થનાઓ કરી રહ્યુ છે. દરેક દેશવાસી ઈચ્છે છે કે અભિનંદન વહેલામાં વહેલી તકે પોતાના દેશમાં પાછા આવે અને તેમની પાછા આવવાની કોશિશો પણ ચાલુ છે. પરંતુ આ પહેલા પાકિસ્તાનમાં જે રીતે ભારતીય સૈનિકો સાથે વર્તન કરવામાં આવ્યુ છે તે માટે થોડો ગભરાટ પણ છે. પાકિસ્તાન કેટલી હદે ભારતીય સૈનિકો સાથે નિર્મમ થઈ શકે છે એ વાત સન 1999માં દુનિયા સામે આવી ગઈ હતી. તે સમયે કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના યુનિટના પાંચ જવાનોને નિર્દયતાથી મારી નાખ્યા હતા. બસ આ જ એક વાત છે જે ડર અને દહેશત અનુભવવા પર મજબૂર કરી દે છે.

સૌરભ કાલિયાની કાઢી દીધી હતી આંખો

સૌરભ કાલિયાની કાઢી દીધી હતી આંખો

વર્ષ 1999માં થયેલા કારગિલ યુદ્ધ માત્ર પાકિસ્તાન પર ભારતન વિજયગાથાનું ઉદાહરણ માત્ર નથી પરંતુ આ સાથે એ તમામ શહીદોનો ઉલ્લેખ પણ થાય છે જેમણે દેશની રક્ષા માટે પોતાનું બધુ જ આપી દીધુ. જાટ રેજીમેન્ટના કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના પાંચ સાથી જવાન આ યુદ્ધમાં શહીદ થનાર બહાદૂરોનું પહેલુ નામ છે. મે 1999માં કારગિલ યુદ્ધની અધિકૃત શરૂઆત પહેલા જ પાક સેનાએ કેપ્ટન કાલિયા અને તેમની સાથે પેટ્રોલિંગ પર ગયેલા પાંચ જવાનોનું અપહરણ કરી લીધુ હતુ. ત્યારબાદ તેમને બહુ ખરાબ રીતે ત્રાસ આપવામાં આવ્યો. 6 જૂને કેપ્ટન કાલિયા અને તેમના સાથી જવાનોના શબ મળ્યા હતા. કેપ્ટન કાલિયા અને પાંચે જવાનોને ખરાબ રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા. સૌરભ કાલિયા અને પાંચ જવાનોની આંખો સુદ્ધા કાઢી લેવામાં આવી હતી અને તેમની શરીર પર સિગરેટના ડામ આપવામાં આવ્યા હતા.

નચિકેતાને ખરાબ રીતે મારવામાં આવ્યા

નચિકેતાને ખરાબ રીતે મારવામાં આવ્યા

26 મે, 1999 રોજ કારગિલમાં ઈન્ડિયન એરફોર્સે ઑપરેશન સફેદ સાગર લૉન્ચ કર્યુ. આ ઑપરેશન દરમિયાન લેફ્ટનન્ટ કે નચિકેતા મિગ-27 ઉડાવી રહ્યા હતા. નચિકેતાની ઉંમર એ સમયે 26 વર્ષની હતી અને તે આઈએએફની નંબર નવ સ્ક્વડ્રન સાથે પોસ્ટેડ હતા. આ સ્ક્વૉડ્રનને કારગિલના બટાલિક સેક્ટરમાંથી દુશ્મનને ખદેડવાની જવાબદારી સોંપવામાં આવી હતી જે યુદ્ધમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર હતો. તેમને એરક્રાફ્ટના એન્જિનને પાકિસ્તાન તરફથી આવતી સ્ટિંગર મિસાઈલે હિટ કર્યુ અને તેમનું જેટ ક્રેશ થઈ ગયુ. જે વાત સૌથી વધુ દુઃખદાયી હતી તે એ કે નચિકેતાનું જેટ તો ભારતીય સીમામાં પડ્યુ પરંતુ તે પીઓકેમાં પડ્યા. પાક સેનાએ તેમને પકડી લીધા. તેમને અહીંથી લઈને રાવલપિંડી ગયા અને અહીં તેમને ખરાબ રીતે મારવામાં આવ્યા.

અજય આહૂજાને મારી હતી ગોળી

અજય આહૂજાને મારી હતી ગોળી

નચિકેતાને શોધવા માટે તેમના સાથી સ્ક્વોડ્રન લીડર અજય આહૂજા મિગ-21થી નીકળ્યા અને તેમના એરક્રાફ્ટને પણ પાક મિસાઈલે નિશાન બનાવ્યુ. મિસાઈલ પર હુમલા બાદ સ્ક્વૉડ્રન લીડર આહૂજા પેરાશૂટની મદદથી પ્લેનથી કૂદવા ગયા હતા. કહે છે કે આહૂજાના શબ પર પાકિસ્તાનની સેનાએ નજીકથી ગોળી મારી હતી. પાકે બાદમાં તેમનો મૃતદેહ પાછો આપ્યો હતો. આહૂજાને તે વર્ષે વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. કારગિલના યુદ્ધ દરમિયાન આહૂજા ફ્લાઈટ કમાંડર હતા.

આ પણ વાંચોઃ પાયલટ અભિનંદનની મુક્તિ માટે પાકિસ્તાને ભારત સામે રાખી આ મોટી શરત!આ પણ વાંચોઃ પાયલટ અભિનંદનની મુક્તિ માટે પાકિસ્તાને ભારત સામે રાખી આ મોટી શરત!

English summary
Pakistan has treated Indian soldiers very badly in past and has a very bad track record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X