
કાશ્મીર પર દુનિયાનું ધ્યાન ખેંચવા માટે પાકિસ્તાનની નવી ચાલ
પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર 15 ઑગષ્ટના રોજ સતત ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રનું ધ્યાન દોરવા માટે આ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે, યુદ્ધવિરામ ભંગની પાકની ઘટનાઓ આગામી દિવસોમાં તીવ્ર બનશે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પહેલાથી જ પુલવામા જેવા બીજા આતંકી હુમલાની ધમકી આપી છે. ગુરુવારે પૂંછ સેક્ટરમાં ક્રિષ્ના ખીણમાં પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો.
ખુબ જ જલ્દી યુએન સેશન શરુ થશે
સેનાના સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રની શરૂઆત થવા જઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાન વિક્ટિમ કાર્ડ રમવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં, અપેક્ષા કરવામાં આવે છે કે, ધ્યાન આકર્ષિત કરવા માટે પાકિસ્તાન દ્વારા આગામી દિવસોમાં વધુ યુદ્ધવિરામના ઉલ્લંઘન કરવામાં આવશે. સૈન્યના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાને ફાયરિંગ અને ગોળીબારી વિસ્તારોમાં વધારો કર્યો છે. પાકિસ્તાનનો હેતુ વધુને વધુ ફાયરિંગ કરીને કાશ્મીર તરફ વધુ અને વધુ ધ્યાન દોરવાનો છે.
આ પણ વાંચો: આર્ટિકલ 370 નાબૂદ થયા પછી આખરે જમ્મુ કાશ્મીરનું ભવિષ્ય શુ છે?
ઇમરાન ખાને ધમકી આપી છે
બીજી બાજુ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ટ્વિટર પર ફરી એકવાર જમ્મુ-કાશ્મીર પર ધમકી આપી હતી અને વિશ્વની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ટ્વીટ કર્યું હતું. 15 ઓગસ્ટે ઇમરાને લખ્યું, શું વિશ્વ કાશ્મીરમાં સેરબેનિકા ટાઈપ હત્યાકાંડને શાંતિથી નિહાળવાનું ચાલુ રાખશે? આ પછી ઇમરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને ધમકી આપી હતી. ઇમરાને કહ્યું, 'હું આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપવા માંગુ છું કે જો તેને મંજૂરી આપવામાં આવશે તો તેના ઘણાં ગંભીર પરિણામો આવશે અને મુસ્લિમ વિશ્વમાં તેની ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળશે, જે ઉગ્રવાદ અને હિંસાની શરૂઆત કરશે.
આ પણ વાંચો: ચીનની ચાલબાજીઓમાં ફસાઈને UNSC બંધ રૂમમાં કરી શકે છે કાશ્મીર પર ચર્ચા