For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'હિના'નો રંગ બદલાયો, LoC મુદ્દે વાતચીતની ઓફર કરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

hina-rabbani-salman-khurshid
ઇસ્લામાબાદ, 17 જાન્યુઆરી: પાકિસ્તાને નિયંત્રણ રેખા સાથે જોડાયેલી ચિંતાઓના નિવારણ અને નવ વર્ષ જૂના સંઘર્ષ વિરામને નકારી કાઢવા માટે ભારત સાથે વાતચીતની ઓફર કરી કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે પોતાની ભારતીય સમકક્ષ સલમાન ખુર્શીદ સાથે આ સંબંધિત વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો છે. સંઘર્ષ વિરામ 2003થી અમલમાં છે.

હિના રબ્બાની ખારે કહ્યું હતું કે સીમાપારથી સેના અને રાજકીય નેતૃત્વ તરફથી ભડકાઉ નિવેદન આપવા અને તણાવ વધારવાના બદલે બંને દેશો માટે આ સલાહ છે કે તે નિયંત્રણ રેખા સંબંધિત દરેક મુદ્દાઓ પર વાતચીત કરે. શક્ય બને તો આ વાતચીત વિદેશ મંત્રીના સ્તર થાય જેનાથી કોઇ સમાધાન નિકળી શકે. તેમને માંડી સાંજે એક નિવેદનમાં કહ્યું હતું કે નિવેદનબાજી અને તણાવ તણાવ વધારવાથી નિશ્વિતપણે દુષ્પપરિણામ આવે છે.

છેલ્લા 10 દિવસોથી સંધર્ષ વિરામના સતત ઉલ્લંઘનથી નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતી સર્જાઇ છે. સંઘર્ષ વિરામના ઉલ્લંઘનમાં ભારતના બે અને પાકિસ્તાનના ત્રણ સૈનિકો મૃત્યું પામ્યાં છે. પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે બંને પક્ષોના સૈન્ય અભિયાન મહાનિર્દેશકોએ ફોન પર વાતચીત કરી છે અને નિયંત્રણ રેખા પર તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર સહમતિ દર્શાવી છે.

હિના રબ્બાનીએ કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારત દક્ષિણ એશિયાના મહત્વપૂર્ણ દેશ છે અને તે સંવાદના માધ્યમથી બધી ચિંતાઓનું નિવારણ કરતાં શાંતિ સુનિશ્વિત કરવાની જવાબદારીથી પરિચય આપે.

તેમને કહ્યું હતું કે ભારતમં મીડિયા અને કેટલાક નેતાઓ તરફથી સતત આવી રહેલા નકારાત્મક નિવેદનોથી પાકિસ્તાન હતપ્રભ અને નિરાશ છે. ઇસ્લામાબાદે પોતાના સાર્વજનિક નિવેદનોમાં સંતુલન અને જાણી જોઇને આત્મ-સંયમ રાખ્યો છે. આ વિસ્તારની શાંતિના હિતોને જોતાં આમ કરવામાં આવ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અમે વાતચીતની પ્રક્રિયામાં મોટાપાયે રોકણ કર્યું છે અને પૂરી ઉર્જા સાથે આ સંવાદ પ્રક્રિયાને સ્થાયી અને રચનાત્મક રીતે આગળ વધારવા માટે કર્યું છે. ભારત સાથે રચનાત્મક સંબંધ બનાવવા માટે પાકિસ્તાને ઘણા આગળ પડતાં પગલાં ભર્યાં છે.

English summary
After days of bitter stand-off over the brutal killing of two Indian soldiers by its forces, Pakistan finally offered to hold talks with India to sort out all issues of concern.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X