કુલભૂષણના મામલે ICJનો ચુકાદો પાકિસ્તાને નકાર્યો

Written By:
Subscribe to Oneindia News

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(આઇસીજે) તરફથી ગુરૂવારે કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. આ મામલે પાકિસ્તાન તરફથી પ્રતિક્રિયા આવી છે, પાકિસ્તાને આઇસીજેના આ નિર્ણયને નકારી કાઢ્યો છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, કોઇ પણ સંસ્થા દેશની સુરક્ષાથી મોટી નથી.

icj

ભારત પર આરોપ

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીસ જકારિયાએ કહ્યું કે, આઇસીજીના આ ચુકાદાને પડકાર આપવાનો નિર્ણય તમામ સંસ્થાઓ અને એન્જસિની સલાહ લીધા બાદ લેવામાં આવ્યો છે. તેમણે ભારત પર આરોપ મુક્યો કે, પાકિસ્તાને ભારતને અનુરોધ કર્યો હતો છતાં પાક.ને જાધવના સાથી અંગે કોઇ જાણકારી આપવામાં નથી આવી. સાથે જ તેમણે વર્ષ 2008થી ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલા દ્વિપક્ષીય કરાર અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે, આ કરારની કલમ 6 હેઠળ કાઉન્સેલર એક્સેસનો મામલો માત્ર કેસની યોગ્યતા પર આધારિત છે.

આતંકવાદને પ્રોત્સાહન આપે છે ભારત

જકારિયા અનુસાર, ભારત જાધવના કેસને માનવાધિકારના રંગે રંગવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને આમ કરી દુનિયાનું એ વાત પરથી ધ્યાન ખસેડવા માંગે છે કે તે કઇ રીતે પાક.માં આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, રૉના જાસૂસ મામલે પાક.નું વલણ પહેલા જેવું જ છે. આ સંપૂર્ણ રીતે દેશની સુરક્ષનો મામલો છે, જેમાં કોઇ સમાધાન શક્ય નથી.

English summary
Pakistan rejects ICJ verdict on Kulbhushan Jadhav.
Please Wait while comments are loading...