For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન ગમે તેટલાં ષડયંત્ર રચી લે, કાશ્મીર અમારું હતું, છે અને હંમેશા રહેશેઃ કોંગ્રેસ

પાકિસ્તાન ગમે તેટલાં ષડયંત્ર રચી લે, કાશ્મીર અમારું હતું, છે અને હંમેશા રહેશેઃ કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને લઈ કોંગ્રેસે પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું કે પાકિસ્તાન ગમે તેટલાં ષડયંત્રો રચી લે, પરંતુ કાશ્મીર અમારું હતું, છે અને હંમેશા રહેશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ બુધવારે કહ્યું કે, અમે એવા અહેવાલ જોયા છે જેમાં પાકિસ્તાની સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર સંુક્ત રાષ્ટ્રમાં આપવામાં આવેલ કથિત અરજીના હવાલેથી રાહુલ ગાંધીનું નામ શરારતપૂર્ણ ઘસીટવામાં આવ્યું છે, જેથી પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલ જૂઠ અને ખોટી સૂચનાઓના ઢગલાને સાચા સાબિત કરી શકે.

randeep surajewala

આની સાથે જ સુરજેવાલાએ કહ્યું કે દુનિયામાં કોઈને પણ શંકા ન હોવી જોઈએ કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ હતા, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાની પણ દ્વેષપૂર્ણ તરકીબો અપનાવી લે, આ હકિકતને બદલી નહિ શકાય.

જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે તેઓ કેટલાય મુદ્દાઓ પર નરેન્દ્ર મોદી સરકારથી અસહમત છે, પરંતુ આ સ્પષ્ટ કરવા માંગે છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાન કે અન્ય કોઈ દેશ આમાં દખલ ન આપી શકે. રાહુલ ગાંધીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે આ પાડોસી દેશ જમ્મુ-કાશ્મીરમાં હિંસા ભડકાવી રહ્યો છે અને આતંકવાદ સમર્થક તરીકે દુનિયાભરમાં ઓળખાય છે.

રાહુલ ગાંધીની આ ટિપ્પણી એવા સમયે આવી જ્યારે તેઓ પાછલા કેટલાય દિવોસથી જમ્મુ-કાશ્મીરના મામલાને લઈ સરકાર પર હુમલા કરી રહ્યા હતા. તેમનો આરોપ રહ્યો કે અનુચ્છેદ 370ના કેટલાય પ્રાવધાન હટાવવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવાનું પગલું અસંવૈધાનિક રીતે ઉઠાવવામાં આવ્યું છે. પાછલા દિવસોમાં રાહુલ ગાંધી વિપક્ષના કેટલાય નેતાઓ સાથે કાશ્મીર જઈ રહ્યા હતા, પરંતુ તેમને શ્રીનગર એરપોર્ટ પર જ રોકી લેવામાં આવ્યા હતા અને દિલ્હી પરત મોકલી આપવામાં આવ્યા હતા.

<strong>રાહુલ ગાંધીએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન, 'કાશ્મીર ભારતનો આંતરિક મામલો'</strong>રાહુલ ગાંધીએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન, 'કાશ્મીર ભારતનો આંતરિક મામલો'

English summary
pakistan spreading lies says randeep surjewala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X