પાક.નું ફરી નાપાક કૃત્ય, સરહદ પર કરી ભારતીય જવાનની હત્યા

નવાજ શરીફના પ્રધાનમંત્રી બન્યા બાદ બંને દેશો વચ્ચે સારા સંબંધોની આશાને મોટો ઝટકો લાગ્યો છે. નવાજને પીએમની ખુરશી સંભાળ્યે માત્ર 2 દિવસ જ થયા છે કે પાકિસ્તાની સેનાએ પોતાની નાપાક હરકત કરી બતાવી છે.
શુક્રવારે જમ્મૂ-કાશ્મીરના પુંછ જિલ્લાના ફોજિયા સેક્ટરમાં પાકિસ્તાનની તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવી. પાકિસ્તાની સૈનિકોએ રોકેટની મદદથી ભારતીય સીમામા ગ્રેનેડ છોડ્યા. આ ફાયરિંગમાં ભારતીય સેનાના એક જેસીઓની હત્યા થઇ ગઇ છે.
મરનાર સૈનિકની ઓળખ નાયબ સુબેદાર બચન સિંહ તરીકે કરવામાં આવી છે. લગભગ 2 કલાકથી ફાયરિંગ જારી છે. ભારતીય સૈનિક તરફથી પણ જવાબી ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
