શ્રીનગરના હુમલાખોરો પાસેથી પાકિસ્તાની સામાન મળ્યો : સુશીલકુમાર શિંદે

શિંદેએ આજે લોકસભામાં આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે બે આતંકવાદી શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલી પોલીસ પબ્લિક સ્કૂલની ફેંન્સિંગમાં થયેલી એક નાનકડી ગેપનો ફાયદો ઉઠાવીને મેદાનમાં ઘૂસી જવામાં સફળ રહ્યા હતા. ત્યાં તેમણે સ્થાનિક યુવાનો સાથે થોડી વાર વાતચીત કર્યા બાદ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અજમલ કસાબ અને અફઝલ ગુરુને ફાંસી આપી દીધા બાદ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા થવાની શક્યતાઓ હતી.
ગૃહ મંત્રીએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે રાયફલ, પાંચ મેગઝિન, બે પિસ્ટલ અને ચાર ગ્રેનેડ મળી આવ્યા છે. તેમની પાસેથી એક મલમ ટ્યુબ પણ મળી આવી છે. આ ટ્યુબ કરાચીમાં બનેલી છે. આ ઉપરાંત કેટલીક ડાયરીઓ મળી છે જેમાં કેટલાક ફોન નંબર નોંધેલા છે. તેમણે જણાવ્યું કે તેમના પાકિસ્તાની મૂળના હોવાની શક્યતા છે. આ હુમલાખોરો ફિદાયિન હતા.
શ્રીનગરમાં થયેલા બીજા હુમલામાં સીઆરપીએફના પાંચ જવાનો માર્યા ગયા છે. જ્યારે છ જવાનો ઘાયલ થયા હતા. આ હુમલામાં 4 નાગરિકો પણ ઘવાયા હતા. જે સમયે આ હુમલો થયો ત્યારે73 બટલિયનના 50 સીઆરપીએફ જવાનો સ્કૂલમાં આગળની તૈનાતી માટે હાજર હતા. આ હુમલાની જવાબદારી હિજબુલ મુજાહિદીને લીધી છે, જો કે તેના દાવાની તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
