• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'TRP કૌભાંડ' બાદ આ ન્યૂઝ ચેનલોને જાહેરાત નહિ આપે પાર્લેજી, ટ્વિટર ટ્રે્ન્ડ થયુ #ParleG

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મહારાષ્ટ્રની મુંબઈ પોલિસે ગયા સપ્તાહે ટેલીવિઝન રેટિંગ પોઈન્ટ(TRP Scam) સાથે છેડછાડ કરનાર એક જૂથનો ભાંડાફોડ કર્યો છે. ત્યારબાદ અમુક ખાનગી ચેનલને આ કેસમાં નોટિસ પણ જારી કરવામાં આવી છે. TRP સાથે છેડછાડ કેસને ગંભીરતાથી લઈને પાર્લે પ્રોડક્ટ્સે મોટો નિર્ણય લઈને કહ્યુ છે કે કંપની હવે આવી ચેનલોને જાહેરાત નહિ આપે, જે કન્ટેન્ટ સાથે છેડછાડ કરે છે. આનો અર્થ સ્પષ્ટ છે કે અમુક ન્યૂઝ ચેનલો પર હવે પાર્લેજી બિસ્કિટની જાહેરાત દેખાવાની નથી. ત્યારબાદથી જ ટ્વિટર પર હેશટેગ #ParleG (Parle G) ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

Parle કંપનીએ આપી માહિતી

Parle કંપનીએ આપી માહિતી

પાર્લેના એક અધિકારી કૃષ્ણરાવ બુદ્ધે કહ્યુ કે કંપની એગ્રેસિવ અને ભડકાઉ કન્ટેન્ટ બતાવનાર ન્યૂઝ ચેનલ્સને હવે પોતાની જાહેરાત નહિ આપે. કૃષ્ણરાવ બુદ્ધે કહ્યુ કે અમે એ કોશિશમાં છે કે અમે બધા જાહેરાતકર્તા એક સાથે આવીએ અને મળીને ન્યૂઝ ચેનલ સાથે જાહેરાત આપવા વિશે વિચારીએ. જેથી ન્યૂઝ ચેનલોને એ વાત સ્પષ્ટ રીતે સમજમાં આવી જાય કે તેમણે પોતના અપ્રોચ અને કન્ટેન્ટ બંનેમાં ફેરફાર કરવા પડશે. ઈન્ડિયન સિવિલ લિબર્ટીઝ યુનિયને પણ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર જણાવ્યુ કે પાર્લે પ્રોડક્ટ્સે આક્રમક સામગ્રી પ્રસારિત કરતી સમાચાર ચેનલોને જાહેરાત નહિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ચેનલો એ પ્રકારની નથી જેના પર કંપની પૈસા લગાવવા ઈચ્છે છે કારણકે તે પોતાના લક્ષિત ગ્રાહકોનો પક્ષ નથી લેતી. બજાજ અને પાર્લેની આગેવાનીમાં કંપનીઓના જોડાવાનો સમય આવી ગયો છે.

#ParleG સાથે મીડિયા પર જોરદાર પ્રશંસા

#ParleG સાથે મીડિયા પર જોરદાર પ્રશંસા

ભડકાઉ કન્ટેન્ટ બતાવનાર ન્યૂઝ ચેનલને જાહેરાત નહિ આપવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા/ટ્વિટર પર હેશટેગ#ParleG ટ્રેન્ડ કરી રહ્યુ છે. વેરીફાઈડ યુઝર @_sayemaએ લખ્યુ આ થઈને વાત! હું અને મારો પરિવાર તમારા (પાર્લેજી)ના પરમેનન્ટ કસ્ટમર છે. વળી, અન્ય યુઝરે પાર્લેના આ નિર્ણયનુ સ્વાગત કર્યુ છે. પત્રકાર માધવન નારાયણે લખ્યુ છે, હું સામાજિક રીતે જવાબદાર બ્રાન્ડ તરીકે પાર્લેજી અને પ્લેટિનાનુ સમર્થન કરુ છુ. ઘણા યુઝરે લખ્યુ છે કે આ રીતની બ્રાન્ડ અને કંપનીનુ હોવુ ખૂબ જરૂરી છે.

બજાજે પણ લગાવ્યો જાહેરાત આપવા પર પ્રતિબંધ

બજાજે પણ લગાવ્યો જાહેરાત આપવા પર પ્રતિબંધ

પાર્લેની પહેલા બજાજ કંપનીએ પણ કહ્યુ હતુ કે તેમની કંપનીએ ત્રણ ન્યૂઝ ચેનલો ને જાહેરાત આપવા પર બેન લગાવી દીધો છે. આ અંગેની માહિતી ખુદ ઉદ્યોગપતિ અને બજાજ ઑટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે આપી હતી. રાજીવ બજાજો કહ્યુ હતુ કે બિઝનેસનુ લક્ષ્ય સમાજમાં કોઈ સારો સંદેશ આપવાનુ હોય છે. મે આ સામાજિક જવાબદારીને સમજીને ત્રણ ન્યૂઝ ચેનલને જાહેરાત આપવાથી બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

જાણો TRP Scam કેસ

જાણો TRP Scam કેસ

મુંબઈની ક્રાઈમ બ્રાન્ચે ગયા સપ્તાહે પ્રેસ કૉન્ફરન્સ દ્વારા જણાવ્યુ કે ટીઆરપી સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂત કેસમાં. મુંબઈ પોલિસ કમિશ્નર પરમવીર સિંહે મીડિયાને જણાવ્યુ કે રિપબ્લિક ટીવી ચેનલ પણ ટીઆરપી જૂથમાં શામેલ છે. આ કેસમાં રવિવારે(11 ઓક્ટોબર) રિપબ્લિક ટીવીના સીઈઓ સહિત ચાર મોટા અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ટીઆરપી કૌભાંડ કેસમાં મુંબઈ પોલિસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ પણ કરી છે. ટીઆરપીથી આપણને ચેનલોની એનાલિટિક્સ વિશે જાણવા મળે છે. જેમ કે મહિનામાં, સપ્તાહમાં કયો ટીવી કાર્યક્રમ સૌથી વધુ જોવામાં આવ્યો. કઈ ચેનલને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. કઈ ચેનલ પર કેટલા વાગે કેટલા વધુ દર્શક હોય છે.

નવરાત્રિની પૌરાણિક કથાથી જાણો કેમ ખાસ મનાય છે આ નવ દિવસનવરાત્રિની પૌરાણિક કથાથી જાણો કેમ ખાસ મનાય છે આ નવ દિવસ

English summary
Parle Products has decided not to advertise on news channels that broadcast toxic aggressive content.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X