For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેલમાંથી ચૂંટણી, જાતિગત રેલી પર શું વિચારી રહી છે થિંક ટેન્ક?

|
Google Oneindia Gujarati News

(નવીન નિગમ/અજય મોહન): સુપ્રીમ કોર્ટે જેલમાંથી ચૂંટણી લડનારાઓ પર રોક લગાવી દીધી છે. આ પહેલા જ અલ્હાબાદ હાઇકોર્ટે યુપીમાં જાતિગત રેલીઓ પર પ્રતિબંધ લગાવી દીધો. આ પ્રતિબંધો બાદ નેતાઓના સ્વર બદલાઇ ગયા, પરંતુ પાર્ટીઓની થિંક ટેન્ક એ અંગે વિચારવામાં લાગી ગઇ છે કે, આ નિયમોની પાછલી બારી કઇ છે, કારણ કે, જો આ આદેશો પર ચૂંટણી પંચે અમલ કર્યો તો અનેક બેઠકો ગુમાવી પડે છે.

અમે આ સંબંધે કટેલાક નેતાઓ સાથે વાત કરી, બધાના સુર એક જેવા જ હતા, જેવા તમે ટીવી ચેનલો પર સાંભળ્યા, 'સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશનો અમે સ્વિકાર કરીએ છીએ અને જાતિ આધાર પર રાજકારણ કરનારાને એક બોધપાઠ મળશે.' આવું નિવેદન તમને બસપા, સપા, ભાજપ અને કોંગ્રેસના નેતાઓના મુખેથી જરૂરથી સાંભળવા મળશે, પરંતુ ખાસ વાત એ છે કે, પાર્ટીઓના આલાકમાન નેતાઓ હવે પોતાની થિંક ટેન્કને તેનો બીજો રસ્તો શોધવા કહી રહ્યાં છે.

આ સંબંધમાં ભાજપની અંત્યોદય સમિતિના નેતાએ કહ્યું કે, તેનાથી ભ્રષ્ટાચાર વધશે. જેલમાં બેસેલા નેતાઓ પર રોક લગાવ્યા બાદ હવે તે પોતાના સંબંધિઓને બાહુબલી બનાવવાનો પ્રયાસ કરશે અને પોતાની બેઠક પર પોતાના પુત્ર, જમાઇ, ભાઇ વિગેરેને ચૂંટણી લડાવવાના પ્રયાસ જરૂર કરશે. જો તે ચૂંટણીમાં જીતી જશે તો કામ આ લોકો કરશે અને તેમને દિશા-નિર્દેશ જેલમાં બેસેલા અથવા તો જેલની સજા ભોગવનારાઓ કરશે.

bsp
આ રીતે કાઢવામાં આવશે જાતિગત રેલીઓ માટેનો માર્ગ

જાતિગત રેલીઓ અંગે અમે બસપાના એક નેતા સાથે વાત કરી, તો તેઓ હંસવા લાગ્યા અને બોલ્યા પહેલા પાર્ટીઓ જાતિ અને સમુદાયના મઠાધીશોને આમંત્રિત કરતી હતી, હવે જાતિ અને સમુદાયના સંગઠના પાર્ટીના નેતાઓને આમંત્રિત કરશે. તો કાન જમણી બાજુના બદલે ડાબી બાજુએ પકડ્યો બસ. આ અંગે ભાજપના અંત્યોદય સમિતિના સભ્યએ કહ્યું, 'લગભગ દરેક સમુદાયના સંગઠન યુપીમાં છે. ઉદાહરણ તરીકે, કાયસ્થ મહાસભા, અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસા, કુર્મી સમાજ, દલિત મહાસભા, વૈશ્ય મહાસંઘ, વિગેરે. કોર્ટ પાર્ટીને રોકી શકે છે, પરંતુ કોઇ પણ એવું સંગઠન ને રેલી કે પછી મહાસંમેલન કરતા નહીં રોકી શકે, કારણ કે સંવિધાને જાતે જ આવા સંગઠન બનાવવાની અનુમતિ આપી છે.'

ભાજપના નેતાએ કહ્યું કે, હવે જાતિગત રાજકારણ કરનારાઓ આવા સંગઠનોના મહાસંમેલનને નાણા પૂરા પાડશે અને આ સંગઠન એ પૈસાના બદલામાં પાર્ટીના ટોચના નેતાઓને આમંત્રિત કરશે. તેનાથી વિભિન્ન સમુદાયોને તથાકથિત મઠાધીશોને પૈસા રળવાના માધ્યમ વધી જશે, કારણ કે તે રાજકીય પાર્ટીની મજબૂરી હશે.

English summary
Supreme Court bans contesting election from jail and Allahabad High Court bans caste based Rallies in Uttar Pradesh. Now check how political parties will find optional way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X