For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેનમાંથી કરોડો રૂપિયાના તકિયા-ચાદર ચોરી ગયા યાત્રી, રેલવેને ભારે નુકશાન

ભારતીય રેલવે દરેક યાત્રીઓને સારી સુવિધા માટે તેના માટે નવી નવી સ્કીમો લઈને આવી રહી છે, ત્યાં બીજી બાજુ મુસાફરી કરી રહેલા યાત્રીઓ ટ્રેનનો સમાન ચારી કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રેલવે દરેક યાત્રીઓને સારી સુવિધા માટે તેના માટે નવી નવી સ્કીમો લઈને આવી રહી છે, ત્યાં બીજી બાજુ મુસાફરી કરી રહેલા યાત્રીઓ ટ્રેનનો સમાન ચારી કરી રહ્યા છે. ટ્રેનમાંથી ચોરી કરવામાં આવેલા સામાનના આંકડા હાલમાં જ રેલવે ઘ્વારા રજુ કરવામાં આવ્યા છે. આ આંકડા ખુબ જ ચોંકાવનારા છે. ટ્રેનમાંથી ચાદર-તકિયા ચોરી કરવાની ઘટના છેલ્લા ઘણા સમયથી ચાલતી આવી છે. પરંતુ સૌથી હેરાન કરતી બાબત છે કે આ ઘટનાઓમાં ઘટાડો થવાને બદલે તેમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં યાત્રીઓની ચોરીથી રેલવેને ઘણું નુકશાન થયું છે.

ટ્રેનમાંથી લાખો ટુવાલ ચોરી ગયા યાત્રીઓ

ટ્રેનમાંથી લાખો ટુવાલ ચોરી ગયા યાત્રીઓ

પશ્ચિમ રેલવે ઘ્વારા છેલ્લા વર્ષમાં ચોરી કરવામાં આવેલા સામાનની લિસ્ટ જાહેર કરી છે, જે ચોંકાવનારી છે. લોકોએ ટ્રેનોમાંથી કરોડોનો સમાન ચોરી કર્યો છે, જેનું નુકશાન રેલવેને ઉઠાવવું પડી રહ્યું છે. મુંબઈ મિરર રિપોર્ટ અનુસાર ટ્રેનોમાં છેલ્લા એક વર્ષમાં લાખોની સંખ્યામાં સમાન ચોરી થયા છે. ચોરી થયેલા સામાનમાં 1.95 લાખ ટુવાલ, 81,736 ચાદર, 55,573 તકિયાના કવર, 5,038 તકિયા અને 7,043 રજાઈ ચોરી થઇ છે.

એક વર્ષમાં કરોડોનો સમાન ચોરી થયો

એક વર્ષમાં કરોડોનો સમાન ચોરી થયો

આ બધા સામાનની કિંમત 2.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. જયારે આ વર્ષે એપ્રિલથી લઈને સપ્ટેમ્બર વચ્ચે યાત્રીઓએ લગભગ 62 લાખ રૂપિયાનો સમાન ચોરી કર્યો છે. યાત્રીઓએ આ દરમિયાન 79,350 ટુવાલ, 27,545 ચાદર, 21,050 તકિયા કવર, 2,150 તકિયા અને 2,065 રજાઈ ચોરી કરી ગયા. રેલવેમાં મળતી એક ચાદરની કિંમત 132 રૂપિયા હોય છે, જયારે કે ટુવાલની કિંમત 22 રૂપિયા અને તકીયાની કિંમત 25 રૂપિયા હોય છે.

રેલવેને ખરેખર પોતાની સંપત્તિ સમજે છે યાત્રીઓ

રેલવેને ખરેખર પોતાની સંપત્તિ સમજે છે યાત્રીઓ

છેલ્લા ત્રણ વર્ષોમાં રેલવેને 4000 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ મોટા નુકશાનમાં એક કારણ યાત્રીઓ ઘ્વારા સમાન ચોરી પણ છે. ગયા વર્ષે તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરનાર યાત્રીઓ ઘ્વારા ટ્રેનના ટૉઈલેટથી નળની ટોટીઓ પણ ચોરી કરી લેવામાં આવી હતી. લોકોએ નળની ટોટી, બાથરૂમના મગ અને હેડફોન પણ પોતાની સાથે લઇ ગયા. તેમને કોચની એલઇડી લાઈટ પણ તોડી નાખી હતી.

English summary
Passengers Stole Bedsheets-Towel-Blankets From Trains Worth Of Crores, Railway Suffer Huge Loss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X