For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IRCTCનું એલાન, તેજસ એક્સપ્રેસ બે કલાક મોડી થઈ તો યાત્રીઓને 250 રૂપિયાનું વળતર મળશે

IRCTCનું એલાન, તેજસ એક્સપ્રેસ બે કલાક મોડી થઈ તો યાત્રીઓને 250 રૂપિયાનું વળતર મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)એ દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ મોડી થવા પર યાત્રીઓને વળતર આપવાનું એલાન કર્યું છે. જો ટ્રેન એક કલાકથી વધુ મોડી થાય છે તો યાત્રીઓને 100 રૂપિયા અને ટ્રેન બે કલાકથી વધુ મોડી થાય છે તો 250 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. તેજસ એક્સપ્રેસ 4 ઓક્ટોબરથી દિલ્હી-લખનઉ વચ્ચે ચાલશે. 4 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેજસને લીલી ઝંડી દેખાડશે.

અંગત કંપની તેજસને સંચાલિત કરશે

અંગત કંપની તેજસને સંચાલિત કરશે

આઈઆરસીટીસીએ કહ્યું કે જો યાત્રી સમય પર પોતાના ડેસ્ટિનેશને ન પહોંચે તો તેમને વળતર ચૂકવવામાં આવશે. એક કલાક મોડું થવા પર 100 રૂપિયા અને 2 કલાક મોડું થવા પર પ્રત્યેક યાત્રીને 250 રૂપિયા આપવામાં આશે. તેજસ એક્સપ્રેસ પહેલી એવી ટ્રેન છે, જેને કોઈ ખાનગી કંપની સંચાલિત કરી રહી હોય. તેજસ ટ્રેનની દેખરેખની જવાબદારી IRCTCની છે.

ભાડું અને બીજી સુવિધાઓ

ભાડું અને બીજી સુવિધાઓ

ટ્રેનમાં વીમાની પણ સુવિધા આપવામાં આવશે. જે અંતર્ગત યાત્રા દરમિયાન યાત્રીઓનો સામાન ચોરી થવા પર 1 લાખ રૂપિાયનું કવરેજ આપવામાં આશે. આ ટ્રેનમાં વ્યક્તિગત એલસીડી સ્ક્રીન, ઓન બોર્ડ વાઈ ફાઈ સેવા, આરામદાયક સીટ, મોબાઈલ ચાર્જિંગ, મોડ્યૂલર બાયો ટોયલેટ અને સેંસર ટેપ ફિટિંગની સુવિધા પણ મળશે. ટ્રેનમાં દિલ્હીથી લખનઉ સુધી ચેરકારનું ભાડું 1125 રૂપિયા જ્યારે એક્ઝીક્યુટિવ ચેરકારનું ભાડું 2310 રૂપિયા હશે.

યોગી આદિત્યનાથ લીલી ઝંડી દેખાડશે

યોગી આદિત્યનાથ લીલી ઝંડી દેખાડશે

યૂપીના સીએમ યોગી આદિત્યનાથ 4 ઓક્ટોબરે ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. 5 ઓક્ટોબરે તેજસ ટ્રેન લખનઉથી સવારે 6.10 વાગ્યે રવાના થશે અને બપોરે 12.25 વગ્યે નવી દિલ્હી પહોંચશે. બીજી તેજસ નવી દિલ્હી રેલવે સ્ટેશનથી બપોરે 3.35 વાગ્યે રવાના થશે અને રાત્રે 10.05 વાગ્યે લખનઉ પહોંચશે. તેજસ એક્સપ્રેસમાં કુલ 758 યાત્રી મુસાફરી કરી શકે છે.

સતત બીજીવાર ઘટ્યું GST કલેક્શન, 6 હજાર કરોડથી વધુનો ઘટાડોસતત બીજીવાર ઘટ્યું GST કલેક્શન, 6 હજાર કરોડથી વધુનો ઘટાડો

English summary
passengers will get 250 rupee compensation if tejas train will be delay
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X